Magfali Price Today Gujarat (November 3, 2026) | મગફળી નો ભાવ આજનો: રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની નિયમિત આવક વચ્ચે બજાર ભાવમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે 3 નવેમ્બર 2026ના રોજ ગુજરાતના 38 યાર્ડોમાં મગફળીના ઊંચા ભાવ રુ. 1,410થી લઈને રુ. 2,366 પ્રતિ મણ (20 કિલો) સુધી બોલાયા હતા. જેમાં રાજ્યમાં સૌથી વધુ તળાજા એપીએમસીમાં રુ. 2,366 ભાવ બોલાયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગર એપીએમસીમાં રુ. 2,132 અને ઇડર એપીએમસીમાં રુ. 2,038 તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી એપીએમસીમાં રુ. 2,022 સુધીના ઊંચા ભાવ નોંધાયા હતા. ઉત્તમ ક્વોલિટીની મગફળી લાવતા ખેડૂતોને મોટાભાગના યાર્ડોમાં સરેરાશ રુ. 1,600થી રુ. 1,900 સુધીના ભાવ મળ્યા હતા.
મગફળીની જંગી આવક
રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં 3 નવેમ્બર 2026ના રોજ મગફળીની બમ્પર આવક નોંધાઈ છે, આજે 3 નવેમ્બર 2026ના રોજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની વેબસાઇટમાં આપવામાં આવેલી વિગતો અનુસાર મગફળીની આવકના આંકડા જોઇએ તો તમામ મુખ્ય એપીએમસી મળીને કુલ 8,010.33 મેટ્રિક ટન મગફળી વેચાણ અર્થે આવી હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના માર્કેટ યાર્ડોમાં ખેડૂતો દ્વારા મોટા પાયે મગફળી લાવવામાં આવતા યાર્ડોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. જેમાં ડીસા એપીએમસી 1,410 મેટ્રિક ટન, ઇડર એપીએમસીમાં 825, હિંમતનગર એપીએમસીમાં 646.30, હળવદ એપીએમસી 522.60, રાજકોટ એપીએમસી 520, જસદણ એપીએમસી 390, ધાનેરા એપીએમસી 380.21,જેતપુર (રાજકોટ) એપીએમસી 358.80, દિયોદર એપીએમસી 315, તળાજા એપીએમસી 268.60 મેટ્રિક ટનની મગફળીની આવક થઇ હતી.
સૌરાષ્ટ્રના યાર્ડમાં કેટલો રહ્યો મગફળીનો ભાવ
સૌરાષ્ટ્ર પંથકના માર્કેટ યાર્ડોમાં તળાજા એપીએમસી ભાવની દ્રષ્ટિએ સૌથી આગળ રહ્યું હતું, જ્યાં મગફળીનો નીચો ભાવ રુ. 1,705 અને ઊંચો ભાવ રુ. 2,366 રહ્યો હતો. આ ઉપરાંત મોરબી એપીએમસીમાં રુ. 1,000થી રુ. 2,022, હળવદ એપીએમસીમાં રુ. 1,300થી રુ. 1,878 અને વાંકાનેર એપીએમસીમાં રુ. 1,200થી રુ. 1,855 સુધી સોદા થયા હતા. જામનગર જિલ્લામાં જામનગર એપીએમસીમાં રુ. 1,400થી રુ. 1,710, જામ જોધપુરમાં રુ. 1,200થી રુ. 1,700 અને ધ્રોલમાં રુ. 1,120થી રુ. 1,635 ભાવ રહ્યો હતો. રાજકોટ જિલ્લામાં જેતપુર એપીએમસીમાં રુ. 1,021થી રુ. 1,701, રાજકોટ એપીએમસીમાં રુ. 1,221થી રુ. 1,698, ગોંડલમાં રુ. 1,001થી રુ. 1,696, જસદણમાં રુ. 950થી રુ. 1,620, ધોરાજીમાં રુ. 1,116થી રુ. 1,581 અને ઉપલેટામાં રુ. 1,250થી રુ. 1,530 સુધીના ભાવ જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા એપીએમસીમાં રુ. 1,305થી રુ. 1,700 અને ચોટીલામાં રુ. 1,200થી રુ. 1,500 નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં અમરેલી એપીએમસીમાં રુ. 1,100થી રુ. 1,625, બાબરામાં રુ. 1,335થી રુ. 1,521 અને બગસરામાં રુ. 1,000થી રુ. 1,440 સુધી વેચાણ થયું હતું. આ સિવાય વેરાવળ એપીએમસીમાં રુ. 1,251થી રુ. 1,599, વિસાવદરમાં રુ. 1,350થી રુ. 1,586, જામ ખંભાળિયામાં રુ. 1,100થી રુ. 1,581, પોરબંદરમાં રુ. 1,155થી રુ. 1,560, ભેસાણમાં રુ. 900થી રુ. 1,500 અને પાલીતાણા એપીએમસીમાં રુ. 1,135થી રુ. 1,410 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા.
ઉત્તર ગુજરાતના યાર્ડનો આજનો બજાર ભાવ
ઉત્તર ગુજરાતના બજારોમાં પણ મગફળીના સારા એવા ભાવ બોલાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસીમાં નીચો ભાવ રુ. 1,770 અને ઊંચો ભાવ રુ. 2,132 જ્યારે ઇડર એપીએમસીમાં રુ. 1,450થી રુ. 2,038 નોંધાયો હતો. બનાસકાંઠા વિસ્તારમાં ડીસા એપીએમસીમાં રુ. 1,200થી રુ. 1,928, વડગામ એપીએમસીમાં રુ. 1,451થી રુ. 1,851, થરા એપીએમસીમાં રુ. 1,251થી રુ. 1,828, ધાનેરા એપીએમસીમાં રુ. 1,000થી રુ. 1,820, દિયોદર એપીએમસીમાં રુ. 1,300થી રુ. 1,800, પાલનપુર એપીએમસીમાં રુ. 1,750, શિહોરી એપીએમસીમાં રુ. 1,300થી રુ. 1,640 તેમજ ભાભર એપીએમસીમાં રુ. 1,250થી રુ. 1,580 સુધીના સોદા થયા હતા. આ ઉપરાંત ભિલોડા એપીએમસીમાં રુ. 1,400થી રુ. 1,850, પાટણના સિદ્ધપુર એપીએમસીમાં રુ. 1,400થી રુ. 1,680, માલપુર એપીએમસીમાં રુ. 1,500થી રુ. 1,600 અને ખેડબ્રહ્મા એપીએમસીમાં રુ. 1,510થી રુ. 1,550 સુધીના ભાવ ખેડૂતોને પ્રાપ્ત થયા હતા.
