રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની વિપુલ માત્રામાં આવક જોવા મળી છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો ગોંડલ યાર્ડમાં 60 હજાર બોક્સ કેરીની આવક થઇ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડથી કેરીઓ વિદેશ મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્રની કેસર કેરીની માગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હોય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ કેરીના વેચાણ મામલે આગળ રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બામણસા, બાબરીયા, ઉના, તાલાલા, જશાધર સહિતના પંથકોમાંથી કેરીઓ આવે છે. ગીર વિસ્તાર અને ઘેડ વિસ્તાર, હાલાર પંથકમાંથી મોટી સંખ્યામાં કેસર કેરીના ઉત્પાદકો ગોંડલ યાર્ડ ખાતે આવે છે.
ગોંડલ યાર્ડથી કેરીઓ સાત સંમુદર પાર મોકલવામાં આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી કૂવૈત, લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઇ, આફ્રિકા જેવા દેશોમાં શિપ કન્ટેનર થકી મોકલવામાં આવે છે. આવતીકાલથી યાર્ડમાંથી વિદેશમાં કેરી મોકલવાની શરૂઆત કરવામાં આવશે.