Unseasonal Rain in Gujarat: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગીર-સોમનાથ, જુનાગઢ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં કરા પડતા શિમલા-મનાલી જેવા વાતાવરણ લોકોએ અનુભવ્યું હતું. તો વાહનચાલકો થોડીક મિનિટો માટે હાઇવે પર ઊભા રહી સેલ્ફી અને ફોટા પાડતા નજરે પડ્યાં હતાં.
આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટા ભાગમાં ધીમેધારાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ જુનાગઢ જીલ્લામાં 10 વાગ્યા સુધીમાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ જ કરા સાથે વરસાદ પડતા હાઈવે પર બરફની ચાદર પથરાઈ હતી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર કરા પડતા લોકો પણ પોતાના વાહન રોકી રસ્તા પર ફોટા તેમજ સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
