કપાસના ભાવમાં તેજી: બાબરા એપીએમસીમાં ઊંચો ભાવ રુ. 1,930 પહોંચ્યો, જાણો રાજ્યભરના આજના બજાર ભાવ

આજે 3 નવેમ્બર 2026ના રોજ ગુજરાતના 39 યાર્ડોમાં કપાસના ઊંચા ભાવ રુ. 1,740થી લઈને રુ. 1,930 પ્રતિ મણ (20 કિલો) સુધી બોલાયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 03 Nov 2026 07:11 PM (IST)Updated: Tue, 03 Nov 2026 07:22 PM (IST)
cotton-seeds-kapas-price-today-in-apmc-gujarat-november-03-2026-mandi-latest-rates

Kapas Price Today Gujarat (November 3, 2026) | કપાસ નો ભાવ આજનો: રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં કપાસની નિયમિત આવક વચ્ચે બજાર ભાવોમાં મજબૂતી જોવા મળી રહી છે. આજે 3 નવેમ્બર 2026ના રોજ ગુજરાતના 39 યાર્ડોમાં કપાસના ઊંચા ભાવ રુ. 1,740થી લઈને રુ. 1,930 પ્રતિ મણ (20 કિલો) સુધી બોલાયા હતા. જેમાં અમરેલી જિલ્લાની બાબરા એપીએમસીમાં સમગ્ર રાજ્યના મહત્તમ ભાવ રુ. 1,930 બોલાયા હતા, જ્યારે જામનગર અને જેતપુર પણ રુ. 1,920થી વધુના ભાવ સાથે ટોચ પર રહ્યા હતા. સારા ક્વોલિટીના કપાસ ધરાવતા ખેડૂતોને મોટાભાગના યાર્ડમાં સરેરાશ રુ. 1,850થી વધુના ભાવ મળ્યા છે.

કપાસની મબલખ આવક નોંધાઇ

રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં આજે કપાસની કુલ 4,861.96 મેટ્રિક ટન આવક નોંધાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડોમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. આજે 3 નવેમ્બર 2026ના આંકડાઓ જોઇએ તે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની વેબસાઇટમાં આપવામાં આવેલી વિગતો અનુસાર, હળવદ એપીએમસી 898.22 મેટ્રિક ટન, મોરબી એપીએમસી 295.50, રાજકોટ એપીએમસી 280,ઉનાવા એપીએમસી 273.10, વાંકાનેર એપીએમસી 240,વિસનગર એપીએમસી 235.70, સાવરકુંડલા એપીએમસી 232, જસદણ એપીએમસી 230, બાબરા એપીએમસી 200, માણસા એપીએમસી 190.50 મેટ્રિક ટનની આવક નોંધાઇ હતી.

સૌરાષ્ટ્રના યાર્ડમાં કેટલો બોલાયો કપાસનો ભાવ

સૌરાષ્ટ્ર પંથકના માર્કેટ યાર્ડોમાં આજે કપાસના સૌથી ઊંચા ભાવ બોલાયા હતા. બાબરા એપીએમસીમાં નીચો ભાવ રુ. 1,840 અને ઊંચો ભાવ રુ. 1,930 રહ્યો હતો. આ ઉપરાંત જામનગરમાં રુ. 1,790થી રુ. 1,925, જેતપુરમાં રુ. 1,645થી રુ. 1,921, બગસરામાં રુ. 1,600થી રુ. 1,918 અને અમરેલીમાં રુ. 1,055થી રુ. 1,915 સુધીના ભાવ જોવા મળ્યા હતા. મોરબીમાં રુ. 1,750થી રુ. 1,914, લખતરમાં રુ. 1,755થી રુ. 1,902, ભેસાણમાં રુ. 1,000થી રુ. 1,900, ધોરાજીમાં રુ. 1,736થી રુ. 1,896 તેમજ વાંકાનેરમાં રુ. 1,600થી રુ. 1,888 સુધી સોદા થયા હતા.

સાવરકુંડલામાં રુ. 1,820થી રુ. 1,880, રાજકોટમાં રુ. 1,675થી રુ. 1,880, ગોંડલમાં રુ. 1,251થી રુ. 1,876, અંજાર (કચ્છ)માં રુ. 1,840થી રુ. 1,875, જામ જોધપુરમાં રુ. 1,600થી રુ. 1,875, હળવદમાં રુ. 1,700થી રુ. 1,874, ધ્રોલમાં રુ. 1,725થી રુ. 1,873 અને વિસાવદરમાં રુ. 1,725થી રુ. 1,861 નોંધાયા હતા. જ્યારે ઉપલેટામાં રુ. 1,680થી રુ. 1,860, ધ્રાંગધ્રામાં રુ. 1,700થી રુ. 1,860, તળાજામાં રુ. 1,700થી રુ. 1,856, જસદણમાં રુ. 1,500થી રુ. 1,850, વિંછીયામાં રુ. 1,770થી રુ. 1,840, ચોટીલામાં રુ. 1,700થી રુ. 1,840, પાલીતાણામાં રુ. 1,685થી રુ. 1,830, ઉનામાં રુ. 1,750થી રુ. 1,812 અને કાલાવડમાં રુ. 1,300થી રુ. 1,785નો ભાવ રહ્યો હતો.

ઉત્તર ગુજરાતના યાર્ડમાં શું રહ્યો કપાસનો ભાવ

ઉત્તર ગુજરાતના બજારોમાં પણ કપાસના મજબૂત ભાવ જોવા મળ્યા હતા. મહેસાણા જિલ્લાના વિસનગર એપીએમસીમાં રુ. 1,600થી રુ. 1,851, કડીમાં રુ. 1,740થી રુ. 1,850 અને ઉનાવામાં રુ. 1,711થી રુ. 1,846 સુધીના ભાવ મળ્યા હતા. સાબરકાંઠા વિસ્તારમાં તલોદ એપીએમસીમાં રુ. 1,760થી રુ. 1,850, વડાલીમાં રુ. 1,700થી રુ. 1,845 અને હિંમતનગરમાં રુ. 1,615થી રુ. 1,807 ભાવ બોલાયા હતા. આ ઉપરાંત પાટણના ચાણસ્મામાં રુ. 1,731થી રુ. 1,826, બનાસકાંઠાના થરામાં રુ. 1,651થી રુ. 1,796, ભિલોડામાં રુ. 1,700થી રુ. 1,760 તેમજ ખેડબ્રહ્મા એપીએમસીમાં રુ. 1,680થી રુ. 1,740 સુધીના ભાવ નોંધાયા હતા.

મધ્ય ગુજરાતના યાર્ડમાં શું રહ્યો કપાસનો ભાવ

મધ્ય ગુજરાત વિસ્તારના માર્કેટ યાર્ડ પર નજર કરીએ તો, અમદાવાદ જિલ્લાના વિરમગામ એપીએમસીમાં કપાસનો નીચો ભાવ રુ. 1,798 અને ઊંચો ભાવ રુ. 1,836 નોંધાયો હતો. જ્યારે ગાંધીનગર જિલ્લાના માણસા એપીએમસીમાં ખેડૂતોને કપાસના નીચામાં રુ. 1,575 અને ઊંચામાં રુ. 1,827 સુધીના ભાવ મળ્યા હતા.