OPEN IN APP

લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ શહેર અને જિલ્લા તથા મોરબી, કચ્છમાં મોટા ફેરફાર, નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક

By: Rakesh Shukla   |   Thu 25 May 2023 04:18 PM (IST)
bjp-appointment-of-new-district-presidents-in-rajkot-city-and-district-and-morbi-kutch-136293

ગુજરાત ભાજપમાં આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રાજકોટ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ પ્રમુખોની આજે નવી નિમણૂંક કરવામાં આવતાં આગામી દિવસોમાં હજુ પણ સંગઠનોમાં મોટા ફેરફારો તોળાઈ રહ્યાનું જાણવા મળે છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ શહેર-જિલ્લા ભાજપના પ્રમુખો ઉપરાંત મોરબી અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખોની પણ નવી નિમણૂંકો જાહેર કરી છે.

સૌરાષ્ટ્રના જિલ્લાના પ્રમુખો બદલવામાં આવ્યા છે. સંગઠનમાં ચાલી રહેલી ફેરફારની પ્રક્રિયાના ભાગરૂપે આ હોદ્દેદારો બદલવામાં આવ્યા છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની જગ્યાએ લાંબા સમયથી સમાજ સેવા અને દીકરાના ઘર જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાની જગ્યાએ ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના સ્થાને દેવજીભાઈ વરચંદ અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાની જગ્યાએ રણછોડભાઈ દલવાડીની નિમણુંક કરવામાં આવી છે. કચ્છમાં કેશુભાઈ પટેલ અને મોરબીમાં દુર્લભજી દેથરીયા તાજેતરમાં ધારાસભાની ચૂંટણી જીતી જતાં તેમના સ્થાને નવી નિમણૂંકો કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર ભાજપમાં સતત બે ટર્મથી પ્રમુખ પદે રહેલા કમલેશ મિરાણીની નવા રાજકીય સમીકરણો મુજબ વિદાય નિશ્ચિત મનાતી હતી. મિરાણીના સ્થાને મુકેશ દોશીની પસંદગી ભાજપના અનેક લોકો માટે સુખદ આંચકા સમાન માનવામાં આવી રહી છે.

જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવશે તેવી અટકળો વચ્ચે અચાનક જ તેમના સ્થાને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાની નિમણૂંક જિલ્લા ભાજપના અનેક નેતાઓ માટે આંચકા સમાન માનવામાં આવી રહી છે. ભાજપમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે ધીરે ધીરે સંગઠનમાંથી રૂપાણી જુથનો સફાયો થઈ રહ્યો છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.