Alpesh Kathiriya એ ગોંડલ પોલીસને કહ્યું કે, - 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલેથી બચાવવા કોઇ નહીં આવે'

સૌરાષ્ટ્રનો બહુ ચર્ચિત મુદ્દો અને બહુચર્ચિત નામ એટલે બંની ગજેરા અને સાથે જ હવે પિયુષ રાદડિયા આ બે નામ ખૂબ ચર્ચાઈ રહ્યા છે. આ બંનેની સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 21 May 2025 11:00 AM (IST)Updated: Wed, 21 May 2025 11:00 AM (IST)
alpesh-kathiriya-threatened-gondal-police-after-a-complaint-was-filed-against-banni-gajera-and-piyush-radadiya

Gondal News: પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ ફેસબુક પર એક પોસ્ટ કરીને ગોંડલ પોલીસ સામે ખૂબ મોટા આરોપ લગાવ્યા છે. અને એક છેલ્લી લાઈનમાં લખ્યું હતું કે, બંગલામાંથી કોઈ બચાવવા નહીં આવે. શું છે આખી આ ઘટના, તેને લઈને વિગતવાર વાત જાણીએ.

આખી ઘટના અને ગંભીર આરોપ સાથે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં એક ફરિયાદ નોંધાય છે. સુલ્તાનપુર જેતપુર બાદ હવે વધુ એક ફરિયાદ થતા બંનેની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. સાથે જ ગોંડલ તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિના ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલના જાહેર જીવનમાં આગેવાનો અને તેમના પરિવારની મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહેલા ભાવિન ઉર્ફે બંની ગજેરા તથા તેના સાગરીત સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ છે.

naidunia_image

જાણો અલ્પેશ કથીરિયા શું કહ્યું

જે ગોંડલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં અલગ અલગ ફરિયાદ દાખલ થઈ રહી છે. અને એ ફરિયાદમાં જે વ્યક્તિનો રોલ છે એમાં મારો કોઈ વિરોધ પણ નથી એ વ્યક્તિ સામે કાર્યવાહી થાય પરંતુ એમાં પિયુષ રાદડિયાનું નામ ખોલવામાં આવ્યું કે જે વ્યક્તિ મારી સાથે ગોંડલ દર્શનમાં હતા. અને એના અલગ અલગ ખોટા ગુનામાં ફિટ કરી રહ્યા છે. અને સાથોસાથ એના પર એવું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે, તું બીજા 10 વ્યક્તિઓના નામ ખોલ એટલે પોલીસ કોઈના ઈશારે જે કામ કરી રહી છે અને કાયદાની વિરુદ્ધ કામ કરી રહી છે.

મારી આ એમને અંતિમ તક છે. કે તમે કોઈ વ્યક્તિના ઈશારાથી કાર્ય ન કરો જે વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ છે એની તમે ધરપકડ કરો. કાર્યવાહી કરો મને કોઈ વાંધો નથી, કોઈ વિરોધ પણ નથી, પણ તમે માત્ર ને માત્ર અમારી સાથે જોડાયેલા વ્યક્તિને ટાર્ગેટ કરશો તો પછી અમે પણ અમારી રીતે તમામ કાર્યવાહી કરવા સક્ષમ છીએ. જે રીતે જે ભાષામાં અને એને જે જવાબ જોતો હશે એ જવાબ આપવા માટેને અમે પૂરતી તૈયારી સાથે એનો વિરોધ કરશું પ્રદર્શન કરીશું અને જ્યાં સુધી એ આવા અધિકારીઓ કે રોકાયેલી પોલીસ કે અમારા કાર્યકર્તાને કોઈપણ હાથ પણ અડાડશે તો એના પટ્ટા ઉતરશે ત્યાં સુધી અમે લડી લેશું.

ગોંડલ જવા પર શું કહ્યું અલ્પેશે

ગોંડલ તો હું ઘણી વખત મુલાકાતે જવાનો છું પણ પોલીસ પાસે ખૂબ ઓછો સમય છે. છેલ્લા બે દિવસથી પિયુષ રાદડિયાને પોલીસ સ્ટેશને લઈ લીધા છે એની ઉપર ટોર્ચર કરે છે. આજે અંતિમ તક આપીએ છીએ અને આજ સાંજ સુધીમાં ગૃહમંત્રીને હું આખો રિપોર્ટ ઉપર જ કરું છું કે, છેલ્લા ચાર દિવસમાં ગોંડલમાં શું શું ઘટના ઘટી છે. આ પ્રકરણની અંદર અમે કોઈપણ કાયદો કાનૂન વ્યવસ્થા બગડે એવું ઈચ્છતા નથી પણ જો પોલીસ જ પોતે બગાડશે તો એના માટે પોલીસ જવાબદાર બનશે અને આગામી દિવસોમાં ગોંડલમાં જે કઈ પણ થશે એના માટે પોલીસ તંત્ર સંપૂર્ણ પૂર્ણપણે જવાબદાર છે.

અલ્પેશ કથીરિયા પોલીસ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, ધ્યાન રાખજો બાકી બંગલામાંથી કોઈ બચાવવા નહીં આવે. આ મામલે પોલીસે ભરત ઢોલરિયાની ફરિયાદ લઈ બંની ગજેરા તથા પિયુષ રાદડિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે જે બંની ગજેરા છે તે તેને તો ઝડપી પાડવામાં આવ્યો હતો ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ રાદડિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.