OPEN IN APP

Rajkot Airport: રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂંક, VIP ગેઇટ તોડી રિક્ષા ચાલક રનવે સુધી પહોંચી ગયો

By: Rakesh Shukla   |   Sun 02 Apr 2023 05:50 PM (IST)
a-major-breach-in-rajkot-airport-security-a-rickshaw-puller-broke-through-the-vip-gate-and-reached-the-runway-111956

Rajkot News: રાજકોટનાં એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂંક થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ વીઆઇપી ગેટ તોડી રીક્ષા સાથે રનવે સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ફરજ પર હાજર CISF જવાનો દોડી ગયા હતા. અજાણ્યા રિક્ષાચાલકને તરત ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રીક્ષામાં ઘુસેલો આ ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ CISF દ્વારા તેનો કબ્જો સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ફ્લાઈટ એકાદ કલાક મોડી થઈ હતી.

જાણવા મળતી વિગત મુજબ આજે બપોરે ચાર વાગ્યા આસપાસ ઈન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારીમાં હતી. બરાબર આ સમયે નશામાં ધૂત એક રીક્ષા ચાલક રીક્ષા સાથે એરપોર્ટમાં ઘૂસ્યો હતો. કોઈ કંઈપણ સમજે તે પહેલાં જ વીઆઇપી ગેટ તોડીને તે રીક્ષા સાથે રનવે નજીક એપ્રન સુધી પહોંચી ગયો હતો. જોકે આ ઘટનાને લઇ ફરજ પર તૈનાત CISFના જવાનો દોડ્યા હતા. આ શખ્સને રીક્ષા સાથે ઝડપી લેવામાં અવ્યો હતો.

બીજીતરફ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ પણ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઝાડપાયેલો શખ્સ દારૂના નશામાં ધૂત હોવાનું જાણવા મળતા CISF દ્વારા તેનો કબજો ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સાથે જ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઉતારી સુરક્ષા માટે બધાનો સામાન સહિતની વસ્તુઓની ફેર ચકાસણી કરવામાં આવી હતી. આ કારણે ફ્લાઈટ તેના નિયત સમય કરતાં એકાદ કલાક લેઈટ થઈ હતી. રીક્ષા સાથે જ એક વ્યક્તિ વીઆઈપી ગેટથી છેક રનવે સુધી પહોંચી જતા સુરક્ષામાં ગંભીર બેદરકારીના આરોપો પણ લગાવાઈ રહ્યા છે. ઘટના સ્થળે બોમ્સ કોડ, ડોગ્સ કોડ, એસ. ઓ. જી સહિત ટીમો ધટના સ્થળે પહોંચ છે તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.