પોરબંદરમાં શાલીમાર ટ્રેનનો કોચ પાટા પરથી ઉતર્યો, શન્ટિંગ દરમિયાન ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી

ટ્રેનનો કોચ પાટા પરથી ખડી પડતાં જ પશ્ચિમ રેલવેનું સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટના શન્ટિંગ દરમિયાન બની હોવાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને કોઈ જાનહાનિના અહેવાલ નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 29 Oct 2026 01:30 PM (IST)Updated: Thu, 29 Oct 2026 01:30 PM (IST)
porbandar-shalimar-train-coach-derails-during-shunting

Porbandar News: પોરબંદરમાં શન્ટિંગ કામગીરી દરમિયાન પોરબંદર-શાલીમાર ટ્રેન અચાનક પાટા પરથી નીચે ઉતરી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનનો કોચ પાટા પરથી ખડી પડતાં જ પશ્ચિમ રેલવેનું સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટના શન્ટિંગ દરમિયાન બની હોવાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ટ્રેનનો એક કોચ પાટા પરથી નીચે ઉતરી જતાં સ્થાનિક રેલવે તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. રેલવે વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને કર્મચારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેનને ફરીથી પાટા પર ચઢાવવા (રિરેલિંગ કામગીરી) માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી હતી.

ટ્રેન પાટા પરથી કયા કારણોસર ઉતરી ગઈ તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. રેલવે વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે ટ્રેનને ફરીથી પાટા પર ચઢાવવાની (રિરેલિંગ) કામગીરી શરૂ કરી દીધી હતી. શન્ટિંગ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે રેલવે વિભાગની કામગીરી અને મેન્ટેનન્સ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રેલવે તંત્ર દ્વારા બનાવ અંગે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.