Porbandar: પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં યુવાનનું મોત થવાની ઘટનામાં મહિલા PSI સહિત પાંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત થયુ હતુ. તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચ્યો છે.
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં યુવાનના મોતનો મામલો ગરમાયો છે. જેમાં ત્રણ દિવસ પહેલા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત થયુ હતું. આજે સમગ્ર ઘટનાને પગલે મહિલા PSI સહિત પાંચને સસ્પેન્ડ કરાયા છે. મૃતક યુવકના પિતાએ ફરિયાદ કરી હતી જેની તપાસ ચાલુ છે. તથા તપાસ દરમિયાન આજે પોલીસ અધિકારીએ PSI સહિત પાંચને સસ્પેન્ડ કરાતા પોલીસ સ્ટેશનમાં ચર્ચા શરૂ થઇ છે.
ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.અઘેરા, પીએસઓ બાલુ ગોઢાણીયા , પોપટભાઈ ,રવિ રાઠોડ,ચેતન મોઢવાડીયા કરાયા સસ્પેન્ડ,પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી 302 ની ઘટનામાં બેદરકારી દાખવવા બદલ કરાયા સસ્પેન્ડ ઉપરાંત નોંધનીય છે,ગઈકાલે ઉધોગનગર વિસ્તારમાં રાત્રે સ્ટેટ વિજિલન્સ નો દ્વારા 650 પેટી વિદેશી દારૂ કબજે કરી હતી.