પાટણ RTOમાં પસંદગીના વાહન નંબરની હરાજી: મોટરસાઇકલ અને કાર માટે નવી સિરીઝ જાહેર, 12 નવેમ્બરથી થશે રજિસ્ટ્રેશન

પાટણ ARTO કચેરી દ્વારા મોટરસાઇકલ, કાર અને થ્રી વ્હીલર માટે પસંદગીના નંબરોની હરાજીની જાહેરાત કરાઈ છે. 12 નવેમ્બરથી ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ થશે, જાણો અરજી અને બિડિંગ સમયપત્રક.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 06 Nov 2026 08:11 AM (IST)Updated: Fri, 06 Nov 2026 08:11 AM (IST)
patan-rto-fancy-number-e-auction-registration-golden-silver-series-choice-number

Patan News: મોટરિંગ પબ્લિકની સુવિધા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પાટણ દ્વારા પસંદગીના વાહન નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શન (E-Auction)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોટરસાઇકલ, મોટરકાર, ટ્રાન્સપોર્ટ વાહનો તથા થ્રી વ્હીલર વાહનો માટેની વિવિધ નંબર સિરીઝ ઓનલાઈન હરાજી માટે ખુલ્લી મૂકવામાં આવશે.

જેમાં મોટરસાઇકલ માટે

  • GJ-24-AR
  • GJ-24-AS
  • GJ-24-AT
  • GJ-24-BA
  • GJ-24-BB
  • GJ-24-BD
  • GJ-24-BE
  • GJ-24-BG
  • GJ-24-BH
  • GJ-24-CA
  • અને GJ-24-CB સિરીઝનો સમાવેશ થાય છે.

મોટરકાર (LMV) માટે

  • GJ-24-AF
  • GJ-24-AM
  • GJ-24-AQ
  • GJ-24-AU
  • GJ-24-BC
  • GJ-24-BF
  • અને GJ-24-BJ સિરીઝ હરાજી માટે ઉપલબ્ધ રહેશે.

ટ્રાન્સપોર્ટ વાહનો માટે

  • GJ-24-X
  • અને GJ-24-Z

થ્રી વ્હીલર વાહનો માટે

  • GJ-24-W
  • GJ-24-Y
  • અને GJ-24-YA સિરીઝની પસંદગીના નંબરોની હરાજી યોજાશે.

ઈ-ઓક્શન માટે મહત્વની વિગત

સિરીઝના સિલ્વર અને ગોલ્ડન પસંદગીના નંબરો મેળવવા ઇચ્છુક વાહનમાલિકોએ https://parivahan.gov.in/fancy વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લેવાનો રહેશે. ઈ-ઓક્શન માટેની ઓનલાઈન અરજી તથા બેઝ રકમની ચુકવણી તા. 12/11/2026ના રોજ બપોરે 04:00 કલાકથી તા. 14/11/2026ના રોજ બપોરે 03:59 કલાક સુધી કરવાની રહેશે. ત્યારબાદ તા. 14/11/2026ના રોજ બપોરે 04:00 કલાકથી તા. 16/11/2026ના રોજ બપોરે 04:00 કલાક સુધી બિડિંગ પ્રક્રિયા યોજાશે. ઈ-ઓક્શનનું પરિણામ તા. 16/11/2026ના રોજ બપોરે 04:00 કલાકે ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઈ-ઓક્શનના પરિણામ બાદના જાહેર રજાઓ સિવાયના પ્રથમ કાર્યદિવસે સફળ અરજદારોએ ઈ-ફોર્મ તથા અસલ આધારકાર્ડ અને સરનામાના પુરાવા સાથે અત્રેની કચેરીમાં રૂબરૂ હાજર રહી જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

7 દિવસમાં CNA ફોર્મ ભરવાનું રહેશે

વધુમાં, ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ વાહન ખરીદીના સાત દિવસની અંદર ઉપરોક્ત વેબસાઇટ પર સી.એન.એ. (CNA) ફોર્મ ફરજિયાતપણે ઓનલાઈન ભરવાનું રહેશે. વાહનમાલિકોએ ગોલ્ડન અથવા સિલ્વર પસંદગીના નંબરો પૈકી પોતાને પસંદ હોય તે નંબર પસંદ કરી ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેની રસીદ મેળવી લેવાની રહેશે. ઈ-ઓક્શનના બિડિંગ સમયગાળા દરમિયાન અરજદારો રૂ. 1,000ના ગુણાંકમાં બિડની રકમમાં વધારો કરી શકશે.

નિષ્ફળ જનારા અરજદારોને રિફંડ

ઈ-ઓક્શનમાં નિષ્ફળ રહેલા અરજદારોએ પોતાની જમા કરાવેલી રકમના રિફંડની પ્રક્રિયા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પાટણનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે ઈ-ઓક્શનમાં પસંદગીનો નંબર મેળવવામાં સફળ થયેલા અરજદારોએ બાકીની રકમનું ચૂકવણું ઓનલાઈન માધ્યમથી પાંચ દિવસની અંદર કરવાનું રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં બાકીની રકમનું ચૂકવણું કરવામાં નિષ્ફળ જનાર અરજદારને પસંદગીના નંબર માટે ભરેલી ફીનું રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.