Patan Job Fair 2026: પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા આગામી તા. 04 નવેમ્બર, 2026ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 10:00 કલાકે આઈ.ટી.આઈ., બાલીસણા, તા.જિ. પાટણ ખાતે યોજાશે.
ભરતી મેળામાં કંપનીઓ આપશે નોકરી
આ રોજગાર ભરતી મેળામાં NTTF વિઠ્ઠલાપુર, JMD મેનપાવર સોલ્યુશન અમદાવાદ, ટાટા મોટર્સ અમદાવાદ, પાવર ડ્રાઈવ બેરિંગ્સ સાણંદ તથા LIC ઓફ ઈન્ડિયા, પાટણ સહિતની ખાનગી ક્ષેત્રની કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહી પોતાની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની સ્થળ પર પ્રાથમિક પસંદગી કરશે.
વિવિધ જગ્યાઓમાં યોજાશે ભરતી
ભરતી મેળામાં મશીન ઓપરેટર, ટ્રેઈની, ટેકનિશિયન, સુપરવાઈઝર, CNC અને VMC ઓપરેટર તેમજ ઈન્સ્યોરન્સ એડવાઈઝર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ માટે ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ, બી.ટેક. અને બી.કોમ. સહિતની લાયકાત ધરાવતા 18થી 35 વર્ષની વયજૂથના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.
ઉમેદવારોએ કયા ડોક્યુમેન્ટ લઈ જવા
ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા તેની નકલો, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની 3થી 4 નકલો સાથે લાવવાની રહેશે.
ખાસ નોંધનીય છે કે, રોજગાર કચેરી ખાતે અગાઉથી નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. વધુ વિગતો માટે ઉમેદવારો www.anubandham.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અથવા હેલ્પલાઈન નંબર 02766-223178 પર સંપર્ક કરી શકશે.
