પાટણ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને પરિણામ? 32 બેઠકો પર કેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ? સંપૂર્ણ માહિતી

32 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.12 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 32 બેઠકો પર 144 ફોર્મ ભરાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 12 Apr 2026 04:50 PM (IST)Updated: Sun, 12 Apr 2026 04:50 PM (IST)
patan-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings

Patan District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.12 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 32 બેઠકો પર 144 ફોર્મ ભરાયા છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, પાટણ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

પાટણ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા

વોડૅ નં વોડૅ નું નામ કુલ ફોમૅ
1 ૧-બાલીસણા 5
2 ર-બિલીયા 6
3 ૩-ધિણોજ 6
4 ૪-દુદખા 4
5 5-ગોચનાદ 4
6 ૬-કાકોશી 7
7 ૭-કમાલપુર(સાતુન) 5
8 ૮-કંબોઇ 5
9 ૯-કમલીવાડા 5
10 ૧૦-કોલીવાડા 4
11 ૧૧-કોરડા 3
12 ૧૨-કુણઘેર 3
13 ૧૩-કુંવારા 5
14 ૧૪- લોલાડા 5
15 ૧૫-માંકા 5
16 ૧૬-મેમદાવાદ 3
17 ૧૭-મેસર 5
18 ૧૮-નાયતા 5
19 ૧૯-નેદરા 6
20 ૨૦-રણુંજ 4
21 ર૧-રોડા 2
22 22-સમી 4
23 23 - સાંપ્રા 6
24 ૨૪-સાંતલપુર 4
25 ૨૫-શંખેશ્વર 3
26 ૨૬-સીનાડ 4
27 ૨૭-વડાવલી 4
28 ૨૮-વાધણા 5
29 ર૯-વાઘેલ 2
30 ૩૦-વામૈયા 7
31 ૩૧-વારાહી 3
32 ૩૨-વાયડ 5

પાટણ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
1 ૧-બાલીસણા 14296 13341 27637
2 ર-બિલીયા 18181 16785 34966
3 ૩-ધિણોજ 14976 14297 29273
4 ૪-દુદખા 16130 14774 30904
5 5-ગોચનાદ 17749 16209 33958
6 ૬-કાકોશી 12347 11712 24059
7 ૭-કમાલપુર(સાતુન) 14837 13961 28798
8 ૮-કંબોઇ 19964 18126 38090
9 ૯-કમલીવાડા 14216 13122 27338
10 ૧૦-કોલીવાડા 12301 11035 23336
11 ૧૧-કોરડા 12591 11211 23802
12 ૧૨-કુણઘેર 15957 14529 30486
13 ૧૩-કુંવારા 12607 11635 24242
14 ૧૪- લોલાડા 15364 14123 29487
15 ૧૫-માંકા 12972 11902 24874
16 ૧૬-મેમદાવાદ 15534 14164 29698
17 ૧૭-મેસર 17048 15437 32485
18 ૧૮-નાયતા 15491 14121 29612
19 ૧૯-નેદરા 12602 11871 24473
20 ૨૦-રણુંજ 12063 11062 23125
21 ર૧-રોડા 10756 9629 20385
22 22-સમી 16036 15009 31045
23 23 - સાંપ્રા 15760 14172 29932
24 ૨૪-સાંતલપુર 13735 12237 25972
25 ૨૫-શંખેશ્વર 15698 14640 30338
26 ૨૬-સીનાડ 16367 15122 31489
27 ૨૭-વડાવલી 16735 15510 32245
28 ૨૮-વાધણા 12863 12111 24974
29 ર૯-વાઘેલ 14932 13499 28431
30 ૩૦-વામૈયા 17021 15440 32461
31 ૩૧-વારાહી 14818 13930 28748
32 ૩૨-વાયડ 13572 12538 26110

પાટણ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Patan District Panchayat Election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026