હારીજના નાણાં ગામે સાસુને વીજ કરંટથી બચાવવા ગયેલી પુત્રવધુનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 03 Jul 2024 08:52 AM (IST)Updated: Wed, 03 Jul 2024 08:52 AM (IST)
daughter-in-law-died-after-going-to-save-her-mother-in-law-from-electrocution-in-harijs-nana-village

Patan News: હારીજના નાણાં ગામે મંગળવારે વહેલી સવારે એક ગોઝારી ઘટના બનવા પામી હતી. જેમાં વરસતા વરસાદમાં કરંટ લાગતાં દોડધામ મચી હતી. સાસુને કરંટ લાગતા તેને બચાવવા માટે વહુ અને દિકરો દોડી આવ્યા હતા. જેમાંથી સાસુ વહુનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે દિકરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ, હારીજના નાણાં ગામે મંગળવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં નાણાં ગામે આવેલા ગાળા વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એકાએક કરંટનો પ્રવાહ ચાલું થતા પરિવારના કેશાબેન મફાજી ઠાકોરને કરંટ લાગ્યો હતો. સાસુને તરફડીયાં મારતાં જોઈ તેમની પુત્રવધૂ સેજલબેન અને દિકરો અલ્કેશજી ત્યાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને માતાને બચાવવા પ્રયાસ કર્યા હતા.

જેમાં કરંટના પ્રવાહથી સાસુ કેશાબેન મફાજી તથા સેજલબેન અલ્કેશજીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે દિકરા અલ્પેશજીને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ સમગ્ર પંથકમાં થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.