મોરવા હડફ હાઈવે પર ઈકો કાર-બાઈક વચ્ચે અકસ્માત, ડોળી ગામના ત્રણ યુવકોના મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ત્રણેય મૃતક યુવાન મોરવા હડફ તાલુકાના જ ડોળી ગામના વતની હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 09:18 PM (IST)Updated: Thu, 05 Nov 2026 09:30 PM (IST)
morwa-hadaf-santrampur-highway-accident-doli-village-three-youths-killed-panchmahal

Morva Hadaf Highway Accident: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં એક અત્યંત દુઃખદ માર્ગ દુર્ઘટના સામે આવી છે. મોરવા હડફથીસંતરામપુરને જોડતા મુખ્ય હાઈ-વે પર આગરવાડા ગામની સીમ નજીક પૂરપાટ ઝડપે આવતી ઈકોગાડી અને મોટરસાયકલ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રારંભિક માહિતી અનુસાર, ત્રણેય મૃતક યુવાન મોરવા હડફ તાલુકાના જ ડોળી ગામના વતની હતા. તેઓ પોતાના કામકાજ અર્થે બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે આગરવાડા નજીક એક ઈકો કાર સાથે તેમની બાઈકની ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક અને ઈકો કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તથા વાહનચાલકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોરવા હડફ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત કયા સંજોગોમાં અને કોની બેદરકારીથી સર્જાયો તે જાણવા માટે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એક જ ગામના ત્રણ-ત્રણ ઉભડક વયના યુવાનોના એકસાથે કરુણ મોત થતાં ડોળી ગામ સહિત સમગ્ર મોરવા હડફ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની ઘેરી કાલિમા છવાઈ ગઈ છે. મૃતકોનાપરિવારજનોમાં ભારે આક્રંદ વ્યાપી ગયો છે.