Vadgam News: વડગામ તાલુકાના છાપી પંથકમાં શુક્રવારની મધ્યરાત્રીએ બોયકોટ ઇઝરાયેલના પોસ્ટરો લગાવવામાં આવતા પોલીસે સખ્ત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં પાંચ યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ચોવીસ દિવસથી ચાલી રહેલ જૈનના વિવિધ દેશોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જ્યારે આ ઘટનાને લઈ બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી પંચકમાં પણ તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઈ કેટલાક યુવકો દ્વારા છાપી ઓવરબ્રિજ સહિત વિવિધ જાહેર જગ્યાઓ ઉપર બોકડાઓ ઉપર બોયકોટ ઇઝરાયેલના પોસ્ટરો મારવામાં આવતા ઘેરા પડઘા પડ્યા હતા.
આ હકીકતની છાપી પોલીસને જાણ થતાં પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી વિવાદિત પોસ્ટરો હટાવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈ રાજયનું ગૃહ વિભાગ તેમજ જિલ્લાની સહિતની ટીમો સક્રિય બની હરકત કરનાર યુવકોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ કરી હતી. જ્યારે છાપી પીએસઆઇ એસ. જે. પરમાર પોકો સુરેશભાઈ સહિત ડી.સ્ટાફ્ના માણસો સક્રિય બની અલગ-અલગ સોર્સ દ્વારા કુલ પાંચ યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, અને આ ગુનામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે. તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
