Palanpur: દિયોદર ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના કુલ 31 કેસ કર્યા, ભાભરના અબાસણમાં LCBએ કુલ 6 બોટલ દારૂ ઝડપ્યો

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 14 Jul 2023 10:12 AM (IST)Updated: Fri, 14 Jul 2023 10:12 AM (IST)
palanpur-diyodar-division-police-booked-a-total-of-31-cases-of-prohibition-lcb-seized-a-total-of-6-bottles-of-liquor-in-bhabhars-abasan

દિયોદર ડિવિઝનમાં આવતા ભાભરમાં પોલીસે પ્રોહીબીસનના 31 કેસો કર્યા હતા. જેમાં એક કેસમાં LCBએ કોંગ્રેસના ચાવ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્યના સગાભાઇને નશાની હાલતમાં 2 બોટલ દારૂ સાથે ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો હતો.

ભાભરના અબાસણા ગામે પ્રહલાદજી મણાજી ઠાકોર પોતાના રહેણાંકના મકાનમાં દારૂ વેચતી હોવાની માહિતી આધારે LCBએ રેડ કરી હતી. જ્યાં પ્રહલાદજી સ્થળ પર હાજર ન હતો પરંતુ તેના ઘરની આગળ બનાવેલી પતરાવાળી દુકાનમાં કિરું 400નો 4 બોટલ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે દુકાનની આગળ જ વાવના ધારાસભ્ય ચૈનીબેન ઠાકોરના સગાભાઈ રમેશભાઈ નાગજીજી ઠાકોર નશાની હાલતમાં આવ્યો હતો. જેની તપાસ કરતા 20 રૂપિયાની બે બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે ડીવાયએસપી ડી.ટી. ગોહિલે નિવેદન આપતા જણાવ્યું કે, દીયોદર ડિવિઝન દ્વારા બુધવારે પ્રોહીબિશનનાં કુલ 37 કેસો કર્યા હતા. અબાસણમાં LCB પોલીસને બાતમી મળતા પંચોને સાથે રાખી રેડે કરી હતી. રમેશજી ઠાકોર દારૂ પીધેલી હાલતમાં બે બોટલ સાથે ઝડપતા પ્રોહબિશનનો ગુનો નોંધી બ્લડ સેમ્પલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.