‘ચાંદ વાલા મુખડા’ ફેમ ગુજરાતી ગાયક જીગર ઠાકોરના પિતાનું અવસાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Dec 2022 05:15 PM (IST)Updated: Fri, 09 Dec 2022 05:15 PM (IST)
gujarati-singer-jigar-thakor-father-passed-away

પાલનપુર.
'ચાંદવાલા મુખડા' અને 'માટલા ઉપર માટલું' જેવા ગીત ગાઈને ધૂમ મચાવનારા ગાયક જીગર ઠાકોરના પિતાનું 5 ડિસેમ્બરના રોજ અવસાન થઈ જતાં પરિવાર આઘાતમાં સરી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 'માટલા ઉપર માટલુ'- જેવું ગીત ગાઈને ગુજરાતમાં ઘરે-ઘરે જાણીતો થયેલ સિંગર જીગર ઠાકોર બનાસકાંઠાના મડાણા ગામનો વતની છે. જ્યારે જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે, જે કડિયાકામ કરવાની સાથે-સાથે ગાવાનો પણ શોખ ધરાવતા હતા. જો કે સંજોગોવસાત તેઓ સિંગર નહતા બની શક્યા.

એક વખત જીગર ઠાકોરને ગીત ગાતા જોઈ જતાં પિતા સોરાબજીએ તેને સિંગર બનાવવાનું સપનું જોયું. તેઓ દરરોજ પોતે હાર્મોનિયમ વગાડીને જીગર પાસે ગાવાની પ્રેક્ટિશ કરાવતા હતા. આખરે તેમનું આ સપનુ પણ જીગર ઠાકોરે પૂર્ણ કરી આપ્યું. જીગર ઠાકોર પોતાના પિતાની ખૂબ જ નજીક હતો.

દેવ પગલી સાથે 'ચાંદ વાલા મુખડા' અને 'માટલા ઉપર માટલું ગીત' ગીત ગાઈને જીગર ઠાકોર રાતોરાત ફેમસ થઈ ગયો છે. તેના બન્ને સોંગ સુપરહીટ રહ્યાં છે.