Banaskantha: સામરવાડાનાં શહીદ યુવાન ઝાલમસિંહ દેવડાની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ, અંતિમ વિદાયમાં આખું ગામ ઉમટ્યું

રજા દરમિયાન તેઓ પોતાના વતન સામરવાડા આવ્યા હતા. પરિવાર સાથે ખુશખુશાલ સમય વિતાવી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 10 Jul 2025 01:19 PM (IST)Updated: Thu, 10 Jul 2025 01:19 PM (IST)
banaskantha-news-last-rites-of-martyred-youth-zalamsinh-deora-held-with-guard-of-honor-in-samalwada-village-mourns
HIGHLIGHTS
  • શહીદના સન્માનમાં 4 કિલોમીટર લાંબી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • અંતિમ યાત્રા દરમિયાન માતા કી જય અને શહીદ અમર રહો ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

Banaskantha: ધાનેરાના સામરવાડા ગામના પનોતા પુત્ર તથા ભારતીય સેનાના જવાન ઝાલમસિંહ દેવડા પંજાબમાં ફરજ બજાવતા હતા. રજા દરમિયાન તેઓ પોતાના વતન સામરવાડા આવ્યા હતા. પરિવાર સાથે ખુશખુશાલ સમય વિતાવી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું દુખદ અવસાન થયું હતું.

ગત બુધવારે આસામ રેજિમેન્ટના જવાનો અને અધિકારીઓ દ્વારા શહીદ ઝાલમસિંહ દેવડાને ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહીદના સન્માનમાં 4 કિલોમીટર લાંબી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે તેમના અંતિમ દર્શનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અંતિમ યાત્રા દરમિયાન ‘માતા કી જય’ અને ‘શહીદ અમર રહો’ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ દુઃખદ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપના જિલ્લા આગેવાન વસંત પુરોહિત, વિરલ પટેલ સહિતના આગેવાનો હાજર રહી શહીદને અંતિમ વિદાય આપી, પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમને સાંત્વના આપી હતી.

પંજાબ વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહેલા ઝાલમસિંહના પરિવાર પર કુદરતનો ભારે આઘાત તૂટી પડયો છે. તેમને બે દીકરીઓ છે એક દીકરી પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે બીજી દીકરી માત્ર ત્રણ વર્ષની છે. હાલ તેમની પત્ની ત્રણ મહિના ગર્ભવતી છે. આવી પરિસ્થિતિમાં ઝાલમસિંહના અચાનક અવસાનથી આવનારા બાળક સહિત ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે આખા પરિવાર પર દુઃખનું વીજળી સમાન આઘાત આવી પડયો છે.