Banaskantha: ખેતરમાં રમતા-રમતા દોઢ વર્ષની બાળકીનું મોંઢું બોરના નળમાં ફસાઈ ગયું, શ્વાસ ના લઈ શકતાં થયું મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Feb 2024 09:09 PM (IST)Updated: Sat, 24 Feb 2024 09:10 PM (IST)
banaskantha-news-girl-died-due-to-face-stuck-in-water-tap-at-kankrej

Banaskantha: નાના બાળકોને એકલા રમતા મૂકીને કામમાં વ્યસ્ત થઈ જતાં માતા-પિતાને ગણી વખત સંતાન ગુમાવવાનો વારો આવતો હોય છે. આવો જ વધુ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના આકોલી ગામના ખેતરમાં રમતા-રમતા દોઢ વર્ષની બાળકીનું મોંઢુ પાણીના બોરના નળમાં ફસાઈ જતાં તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

મહેસાણાના મગુના ગામમાં રહેતા પ્રકાશસિંહ ઝાલાની દોઢ વર્ષની પુત્રી આદ્યશ્રીબા પ્રસંગ હોવાથી કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં રહેતા મામાના ઘરે આવી હતી. આદ્યશ્રીબા ખેતરમાં આવેલા પાણીના બોર નજીક રમી રહી હતી. આ દરમિયાન તેનું મોંઢુ પાણીના નળમાં ફસાઈ ગયું હતુ.

આ બાબતની જાણ થતાં પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. જો કે શ્વાસના લઈ શકવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોક છવાઈ જવા પામ્યો છે. હાલ તો બાળકીના મૃતદેહને તેના વતન લઈ જવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.