લોકલ ડેસ્કઃ બનાસકાંઠામાં પાલનપુરના લાલાવાડા ખાતે મા અર્બુદાના 108 સહસ્ત્ર ચંડી યજ્ઞની આજે પૂર્ણાહુતિ થઈ હતી ચાર દિવસનો આ મહા યજ્ઞનો કાર્યક્રમ ચાલ્યો હતો અને ત્રણ દિવસ આ મહાયજ્ઞ ચાલુ હતો ત્રણ દિવસમાં 10 લાખથી વધારે લોકોએ મા અબુદાના યજ્ઞના દર્શન કર્યા છે કોઈપણ પ્રકારના વિઘ્ન વગર આ મહાયજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો.
45 દિવસ અગાઉમાં અર્બુદાના 108 ચંડી મહાયજ્ઞની તૈયારીઓ શરૂ કરાઈ હતી. ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાના યજ્ઞને લઈને ચાર દિવસ ચાલેલા યજ્ઞાના કાર્યક્રમમાં 10 લાખથી વધુ દર્શનાર્થીઓ મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા. સાતમાળની બનાવેલી યજ્ઞશાળામાં સતત ત્રણ દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો ચાર સાથે 1500 યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી અને આજે વૈદિક મંત્રો ચાર સાથે શ્રીફળ હોમી અને આ અર્બુદા 108 ચંડી યજ્ઞ નિર્મિતને સંપન્ન થયો હતો.

ત્રણ દિવસ ચાલેલા 108 કુંડી મહાયજ્ઞમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના ચૌધરી સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો આ યજ્ઞના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે દસ લાખ જેટલા લોકોએ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. જ્યારે 8 લાખ જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો યજ્ઞમાં સાત માળની યજ્ઞશાળા ઉપરાંત 100 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી.એક સાથે 20,000 લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાવી હતી. લોકોની સલામતીને લઈને 15 હજાર જેટલા સ્વયંસેવકો અને પોલીસે ફરજ બજાવી હતી. આવનાર દર્શનાર્થીઓ માટે ચા પાણી અને પગરખા કેન્દ્રની વ્યવસ્થા સહિત એક નાની હોસ્પિટલ પણ ઉભી કરાવી હતી. દર્શનાર્થીઓએ નિર્વિદને મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા.આ મહાયજ્ઞમાં શિક્ષણ વ્યસનમુક્તિ અને સામાજિક એકતા પર ભાર મુકાયો હતો.

છેલ્લા 4 દિવસ ચાલેલા અર્બુદા માતાજીનાં મહાયજ્ઞ લોકોએ દર્શન કર્યા છે. પાર્કિંગ માટે પાણી માટે યુવાનો બહેનો એ ખડે પગે સેવાઓ પૂરી પાડી હતી. ચૌધરી સમાજ સહિત અન્ય સમાજો સાથે સમગ્ર દેશ નું કલ્યાણ થાય તે હેતુથી આ મહાયજ્ઞમાં તમામ સમાજના લોકો જોડાયા હતા.ભોજનની વ્યવસ્થામાં લાખો લોકોને સ્વયંસેવકોએ સંભાળ્યા છે તેને આવકાર આપ્યો છે અને આ અર્બુદાના આશીર્વાદથી આ મહાયજ્ઞ નિર્વિઘ્ને આજે પૂર્ણ થયો છે.




