વાંસદા.
Navsari News: આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક (PAN Aadhaar Liking) માટે જે 1000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. તે ચાર્જના વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાસદા તાલુકો એક આદિવાસી તાલુકો છે, ત્યારે અહીંના મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે. એવામાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે જે 1000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે, એ ચાર્જ આ ગરીબ આદિવાસી પ્રજાને પોસાય તેમ નથી. જેને લઇ આજરોજ વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી વાંસદા સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી યોજવામાં આવી હતી.
આ પ્રસંગે વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વાંસદા મામલતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ, આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકનો જે દંડ છે એ પાછો ખેંચવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે.
આ અંગે અનંત પટેલે જણાવ્યું કે, આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંકમાં જે દંડ વસૂલીના નામે 1 હજાર રૂપિયા તેમજ 200 રૂપિયા એજન્ટ લઇ રહ્યા છે. જેના વિરોધમાં રેલી કાઢી આવેદન આપ્યું છે. આ દંડ વસૂલવામાં ના આવે તે માટેની માંગ કરીને આવેદન આપ્યું છે. લોકોને ફ્રીમાં આધારકાર્ડ લીંક કરી આપવામાં આવે તેવી માંગ કરી છે
