Navsari:ચીખલીના સુરખોઈ ગામે વૃદ્ધ પર જંગલી ભૂંડે હુમલો કર્યો, હાથ અને પગમાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 14 Apr 2024 04:06 PM (IST)Updated: Sun, 14 Apr 2024 04:06 PM (IST)
navsari-news-elderly-man-attacked-by-wild-boar-in-surkhoi-village-of-chikhli-admitted-to-hospital-with-serious-injuries-on-arms-and-legs

Navsari News: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઇ ગામે વૃદ્ધ પર ભૂંડે હુમલો કર્યો હતો. જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સુરખાઇ ગામે 65 વર્ષીય વૃદ્ધ બકરા ચરાવવા માટે ગયા હતા. આ દરમિયાન જંગલી ભૂંડે તેઓની પર હુમલો કરી દીધો હતો. ભૂંડે હુમલો કરતા વૃદ્ધ લોહીલુહાણ થઇ ગયા હતા. તેઓને શરીર પર ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર હાથ ધરવામાં આવી છે.

જંગલી ભૂંડે હુમલો કરતા વૃદ્ધને પગ, હાથમાં ઈજાઓ થઇ હતી. મહત્ત્વનું છે કે, ભૂતકાળમાં પણ ચીખલી તાલુકામાં અવારનવાર ભૂંડના હમલાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે. હાલ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.