Junior Clerk Paper Leak: જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ, વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે કહ્યું 'વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ?'

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 29 Jan 2023 02:21 PM (IST)Updated: Sun, 29 Jan 2023 03:31 PM (IST)
canceled-junior-clerk-exam-congress-mla-of-vansada-anant-patel-said-what-about-the-future-of-students

Navsari: જૂનિયર ક્લાર્ક નું પેપર લીક થયા બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે જેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કોંગ્રેસના ધરાસભ્ય અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ સરકાર પર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આવી રીતે પરીક્ષાના પેપરો ફૂટી જશે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ?એમનું ભવિષ્ય અંધકારમય થશે એટલે ગુજરાત સરકારે આ બાબતમાં જોવું જોઇશે નહી તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓની સાથે અમે પણ આંદોલનમાં ઉતરીશું.

કોંગ્રેસના ધરાસભ્ય અનંત પટેલએ જણાવ્યું હતું કે ઉમેદવારો પરીક્ષા આપવા માટે સેન્ટરો પર પહોંચી રહ્યા હતા ત્યારે ખબર પડી કે પેપર લીક થતા પરીક્ષા રદ થઇ છે. ખુબ જ દુઃખદ વાત છે. આજે ગુજરાત સરકાર પર વિદ્યાર્થીઓ ભરોસો મુકીને પરીક્ષાની ફૂલ તૈયારી કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષા આપવા જતી વેળાએ ઉમેદવારોને બસમાં ખબર પડે છે કે પેપર લીક થયું છે અને પરીક્ષા રદ થઇ છે. આ ખુબ ખરાબ બાબત છે, ખુબ નીંદનીય બાબત છે. આ પરીક્ષા લગભગ 5 વર્ષ બાદ લેવામાં આવી હતી અને જો આવી રીતે પરીક્ષાના પેપરો ફૂટી જશે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ?એમનું ભવિષ્ય અંધકારમય થશે એટલે ગુજરાત સરકારે આ બાબતમાં જોવું જોઇશે નહી તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓની સાથે અમે પણ આંદોલનમાં ઉતરીશું.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે રાજ્યમાં જૂનિયર ક્લાર્ક માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. રાજ્યમાં 9 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આજે પરીક્ષા આપવાના હતા. પરીક્ષાના સમય પહેલા જ ઉમેદવારો સેન્ટરો પર પહોચવા લાગ્યા હતા પરંતુ અચાનક જ સમાચાર બહાર આવ્યા કે જુનિયર ક્લાર્કનું પેપર લીક થઇ ગયું છે અને પરીક્ષા રદ કરવામાં આવી છે.

પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ અને એટીએસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે પરંતુ પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. એક શહેરમાંથી બીજા શહેરમાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે કડકડતી ઠંડીમાં પહોચ્યા હતા તેમજ આ પરીક્ષા માટે તેઓ ઘણા સમયથી મહેનત કરતા હતા અને આખરે પરીક્ષા રદ થતા ઉમેદવારો રોષ વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ આ મામલે રાજકારણ પણ હવે ગરમાયું છે.