સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયું કુદરતી અદભુત નંદનવન! માત્ર 4 વર્ષમાં રોપાયા 20 લાખથી વધુ છોડ

સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં પ્રવાસન સાથે પર્યાવરણ સંરક્ષણને વેગ. કેવડિયા વન વિભાગ દ્વારા 2023થી 2026 દરમિયાન 20.22 લાખ રોપાંનું વાવેતર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 23 Oct 2026 05:00 PM (IST)Updated: Fri, 23 Oct 2026 05:00 PM (IST)
ektanagar-greening-20-lakh-saplings-planted-for-sustainable-tourism

Greening of Ekta Nagar: રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં હરિત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરાયેલા પ્રયાસો વિશેષ મહત્ત્વ ધરાવે છે. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં વિકસિત થઈ રહેલું એકતાનગર પ્રવાસન વિકાસની સાથે પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળીના સંવર્ધન દ્વારા ટકાઉ વિકાસ (Sustainable Development)ની દિશામાં આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2023થી 2026 દરમિયાન કુલ 20.22 લાખ રોપાંનું વાવેતર કરવામાં આવ્યું છે.

પ્રવાસન સાથે પ્રાકૃતિક પરિસરના જતનનો મહત્ત્વપૂર્ણ અભિગમ

કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એકતાનગર વિસ્તારમાં હરિયાળીને પ્રોત્સાહન આપવા સાથે પ્રાકૃતિક પરિસરનું જતન કરવાનો છે. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણને વેગ આપવો અને પ્રવાસન વિકાસને પ્રકૃતિ સાથે સાંકળવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય આશય છે. હરિયાળી વધવાથી પ્રવાસન સ્થળની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થવાની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને કુદરતી સંપદાના સંરક્ષણનો સંદેશ વધુ પ્રબળ બને છે.

naidunia_image

ચાર વર્ષમાં 20.22 લાખ રોપાંનું વાવેતર: વર્ષવાર વિગતો

‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર રીતે વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે. વર્ષવાર વાવેતરની વિગતો આ મુજબ છે:

  • વર્ષ 2023: 4.55 લાખ રોપાં
  • વર્ષ 2024: 5.67 લાખ રોપાં
  • વર્ષ 2025: 5.00 લાખ રોપાં
  • વર્ષ 2026: 5.00 લાખ રોપાં
  • કુલ વાવેતર: 20.22 લાખ રોપાં

આમ, ચાર વર્ષના સમયગાળા દરમિયાન 20,22,000 રોપાં વાવીને એકતાનગરને હરિયાળું બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.

naidunia_image

વૈશ્વિક પ્રવાસન ધામમાં હરિયાળીનું નવું આકર્ષણ

નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને સાતપુડા-વિંધ્યાચલની ગિરિમાળાઓના સાંનિધ્યમાં આવેલું એકતાનગર આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગી બન્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના વિવિધ આકર્ષણો સાથે આ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. પ્રવાસન સુવિધાઓની સાથે હરિયાળીમાં વધારો થવાથી આ વિકાસ વધુ પર્યાવરણલક્ષી અને ટકાઉ બન્યો છે.

naidunia_image

વૃક્ષારોપણ સાથે જતન અને સંવર્ધનને પ્રાથમિકતા

વૃક્ષો પર્યાવરણીય સંતુલન જાળવવા, જૈવવિવિધતાના (Biodiversity) સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ, આ પ્રોજેક્ટની વાસ્તવિક સફળતા માત્ર વાવેતર સુધી સીમિત નથી. રોપાંના નિયમિત જતન, સમયસર સિંચાઈ, સ્થાનિક આબોહવાને અનુરૂપ પ્રજાતિઓની પસંદગી અને રોપાંના જીવંત રહેવાના દર (Survival Rate) પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાળવણીને પ્રાધાન્ય આપવાના કારણે જ આ હરિત પ્રયાસો લાંબા ગાળે સકારાત્મક પરિણામો આપી રહ્યા છે.

naidunia_image

રાષ્ટ્રીય એકતા સાથે પર્યાવરણીય સંકલ્પ

સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક તાંતણે બાંધવામાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે એકતાનગરમાં હાથ ધરાયેલા હરિત વિકાસના પ્રયાસો રાષ્ટ્રીય એકતાની ભાવનાને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી સાથે જોડે છે. વૃક્ષારોપણ અને સંવર્ધન દ્વારા એકતાનગર આજે ભાવિ પેઢી માટે સ્વચ્છ અને સુઘડ પર્યાવરણના નિર્માણનો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યું છે.

naidunia_image

naidunia_image