ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી 3 દિવસના હંગામી જામીન મંજૂર, ભાઈને મળવા જઈ શકશે

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી 3 દિવસના હંગામી જામીન મળ્યા છે. ભાઈ શાંતિલાલને મળવા માટે જામીનની માગણી વચ્ચે કોર્ટના નિર્ણયથી ચૈતર વસાવાને રાહત મળી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 02:45 PM (IST)Updated: Tue, 27 Oct 2026 02:45 PM (IST)
chaitar-vasava-supreme-court-3-day-interim-bail-brother-health

Chaitar Vasava Bail: વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 12 ઓક્ટોબરના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બીમાર ભાઈને મળવા માટે ચૈતર વસાવાએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટ દ્વારા એક દિવસની જામીન મંજૂર કરવામાં આવી હતી. જે હુકમને ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેથી સુપ્રિમ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

ચૈતર વસાવાના 3 દિવસના જામીન

પ્રાપ્ત વિગત પ્રમાણે, 12 ઓક્ટોબરના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલે ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શાંતિલાલની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ મામલે ખુલાસો કરતાં નાયબ પોલીસ અધિક્ષક ઇશ્વર પરમારે વિગતો આપી કે, પ્રાથમિક તપાસમાં શાંતિલાલે તેમની પત્ની સાથેના ઘર કંકાસને પગલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ચૈતર વસાવાનો વિવાદ?

આ કેસની વિગતે વાત કરીએ તો, જંગલ ખાતાના અધિકારીઓ દ્વાારા સ્થાનિક આદિવાસી લોકોએ વાવેલા કપાસના પાકને હટાવીને સામાન વેચી દીધો હોવાનો આરોપ હતો, આથી વળતર અપાવવા માટે ગ્રામીણોએ ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો, જે બાદ ચૈતર વસાવાએ અધિકારીઓને મળવા બોલાવ્યા, જે બાદ જંગલના અધિકારીઓ વળતર આપવા સંમતિ આપતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ પછી વન વિભાગના ઉચ્ચ અધિકારી ના કહેવાથી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને રુ.60 હજારનું વળતર માગ્યુ હતું. આ દરમિયાન તેમણે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કર્મચારીઓ પાસેથી બળજબરીથી એટીએમમાંથી નાણાં ઉપડાવી ખેડૂતોને આપવાં મજબૂર કર્યા હતા.