Halvad News: મળતી માહિતી પ્રમાણે ભાવેશભાઈના ઘરે બાળકનો જન્મ થયો હતો. પરંતુ બાળક અધૂરા મહિને જન્મતા બાળકનું હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું. તેને લઈને બાળકના પિતા ભાવેશભાઈ ભટ્ટ આઘાતમાં આવી ગયા હતા. તેઓ 26 મે ના રોજ મજૂરી કામે બાઇક લઇને ગયા હતા. તે દરમિયાન મજુરી કામ પુરુ કરીને બાઇક લઇને હાઇવે ઉપરથી શક્તિનગર ગામે ઘરે પરત ફરતા હતા.
તે સમયે બાઇક ઉપર જ તેમને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 19 વર્ષની દીકરી મિત્તલ ભટ્ટ સહિત સાત દિકરીઓએ પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા.
