Morbi: ટંકારામાં ઘરફોડ ચોરીના આરોપીના શરતી જામીન મંજૂર, સેશન્સ કોર્ટે આપ્યો હુકમ

ટંકારાના કલ્યાણપર ગામમાં થયેલી મોટી ચોરીમાં સંડોવાયેલા આરોપીને મોરબી સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 11 Apr 2026 10:27 AM (IST)Updated: Sat, 11 Apr 2026 10:35 AM (IST)
morbi-news-tankara-burglary-case-sessions-court-conditional-bail

Morbi News: મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે મોરબી ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી લીધો હતો. ફરિયાદીએ કરેલી ફરિયાદ મુજબ આરોપીએ આશરે 09:30 કલાકથી 13:30 કલાકના સમયગાળા દરમિયાન, મકાનમાં ઘૂસીને તાળુ તોડીને ઘરફોડ ચોરી કરી હતી. જેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

આરોપીએ ઘરમાં ઘૂસીને ચોરી કરી

આરોપીએ લગભગ 6 તોલા વજનના બે સોનાના મંગળસૂત્ર, 3 તોલા વજનના સોનાના પાટલાની જોડી, 5 ગ્રામ વજનની એક સોનાની બુટ્ટી, 5 ગ્રામ વજનનું એક સોનાનું ઓમ પેન્ડન્ટ, 100 ગ્રામ વજનની બે જોડી ચાંદીની પાયલ, 10 ગ્રામ વજનના ચૌદ, 24 કેરેટ સોનાના સિક્કા (કુલ 140 ગ્રામ), દેવીના પાંચ ચાંદીના સિક્કા, એક ઓપ્પો મોબાઇલ, અને રોકડ રૂ. 1,56,580 સહિત મળીને કુલ 26,04,105ની ચોરી કરી હતી.

પોલીસે આરોપીને કોર્ટ હવાલે કર્યો

આરોપીએ ચોરી કર્યા બાદ મુદ્દામાલને કબ્રસ્તાન અને મોટરસાઇકલના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં છુપાવી હતી.પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપીને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયો હતો.

આરોપીના રેગ્યુલર જામીન પર મુક્ત થયો

આરોપીએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં વકીલ કેતન.બી ચૌહાણ, વકીલ વિશાલ યાજ્ઞિક અને દેવન આર.ચૌહાણ મારફતે રેગ્યુલર જામીન અરજી કરી હતી. વકીલોની દલીલોને માન્ય રાખીને સેશન્સ કોર્ટે આરોપીને શરતોને આધીન રુ.50,000ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.