Mehsana: વિજાપુરમાં લાભાર્થીને યોજનાની રકમ જલ્દી અપાવવા બદલ લાંચની માંગ, ગાંધીનગર ACBએ 'લાંચિયા' ગ્રામસેવકને ઝડપી લીધો

વિજાપુરમાં કરાર આધારિત ગ્રામ સેવકે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળતી સહાયનો હપ્તો મંજૂર કરવાના બહાને 5 હજારની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી લીધો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 30 Apr 2026 12:27 PM (IST)Updated: Thu, 30 Apr 2026 12:27 PM (IST)
mehsana-news-vijapur-gram-sevak-arrested-acb-bribe-pm-awas-yojana

Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કરાર આધારિત ગ્રામ સેવકે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળતી સહાયનો હપ્તો મંજૂર કરવાના બહાને લાંચની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ACBનાં છટકામાં આરોપી ગ્રામસેવક રંગેહાથ 5000 લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

ગ્રામસેવકે લાંચની માંગણી કરી

મળતી માહિતી મુજબ, પીડિતને પોતાનું જૂનું ઘર તોડીને નવું ઘર બનાવવું હતું. માટે તેણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેને 1 લાખ 20 હજારની સહાય મળવાપાત્ર હતી. પરંતુ સરકારની નવી યોજના અનુસાર, યોજનાની રક્મ ત્વરિત મેળવી આપવા માટે તાલુકા પંચાયતના કરાર આધારિત ગ્રામ સેવક અજયસિંહ રાજપૂતે 5 હજાર રુપિયાની માગણી કરી હતી.

ACBએ ગ્રામસેવકને ઝડપી લીધો

ફરિયાદીએ આ અંગે ગાંધીનગર ACBને જાણ કરી હતી. જેથી ACB દ્વારા આરોપીને ઝડપી લેવા માટે વિજાપુરના આનંદપુરા સર્કલ પાસે ટ્રેપ ગોઠવી દીધો હતો. ટ્રેપ દરમિયાન આરોપી ગ્રામ સેવક અજયસિંહે ફરિયાદી સાથે ઔપચારિક વાતચીત કરીને 5 હજારનો સ્વીકાર કર્યો હતો. ત્યાં જ લાંચ લેતાની સાથે ACB ટીમ ત્રાટકી હતી. આરોપીને રકમ સાથે આબાદ ઝડપી લીધો હતો.

આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર ACBના ફિલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે. દેસાઈ અને તેમની ટીમે કામગીરી કરી હતી. હાલ ACB પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર આચનારા કર્મીઓમાં હાલ ભારે ફફડાટ જવા મળી રહ્યો છે.