Mehsana News: વિજાપુરના ફૂદેડા ગામના તલાટીનું ડેન્ગ્યુના કારણે મોત, 35 વર્ષીય તલાટીને 6 દિવસ પહેલા આવ્યો હતો તાવ

ફેફસામાં પાણી ભરાઈ જવાના કારણે તલાટીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડેન્ગ્યુની સારવાર કારગર નીવડે એ પહેલા તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 06 Nov 2024 12:08 PM (IST)Updated: Wed, 06 Nov 2024 12:08 PM (IST)
mehsana-news-talati-of-foodeda-village-in-vijapur-died-due-to-dengue
HIGHLIGHTS
  • 35 વર્ષીય મૌલિક દરજીને 1 નવેમ્બરે તાવ આવ્યો હતો
  • ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

Mehsana News: મહેસાણા જિલ્લામાં ડેન્ગ્યુએ માથુ ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે. વિજાપુર જિલ્લામાં આવેલા ફૂદેડા ગામના 35 વર્ષીય તલાટીને 6 દિવસ પહેલા તાવ આવ્યો હતો અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું. ડેન્ગ્યુની સારવાર દરમિયાન તેમને ફેફસામાં પાણી ભરાઈ જતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડેન્ગ્યુની સારવાર કારગર નિવડે એ પહેલા તેમનું મોત નીપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર, મૂળ સતલાસણાના ભાલુસણા ગામના વતની એવા 35 વર્ષીય મૌલિક દરજી છેલ્લા કેટલાક સમયથી વિજાપુર તાલુકાના ફૂદેડા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. ગત 1 નવેમ્બરના રોજ તેમને તાવ આવ્યો હતો અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના રિપોર્ટ કરાવવામાં આવતા ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી એ દરમિયાન તેમને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.

ફેફસામાં પાણી ભરાઈ જવાના કારણે તલાટીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડેન્ગ્યુની સારવાર કારગર નીવડે એ પહેલા તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. 35 વર્ષીય તલાટીના મોતથી ફૂદેડા ગામ સહિત તલાટી મંડળમાં શોકની લાગણી પ્રવર્તી છે. તલાટીનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે.