Mehsana: સતલાસણામાં ઝાડ પર મફલર વડે ગળે ફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Jan 2024 08:39 PM (IST)Updated: Sun, 28 Jan 2024 08:39 PM (IST)
mehsana-news-kheralu-man-commit-suicide-by-hang-him-self-on-tree-at-satlasana

Mehsana: મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલી ટીમ્બા રોડને અડીને આવેલા ઝાડ પર મફલર વડે ગળે ફાંસો ખાઈને એક યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખેરાલુ તાલુકાના ચિત્રોડીપુરાના પરામાં રહેતો કલ્પેશ ઠાકોર (27) ખેતરમાં મજૂરી કરતો હતો. ગઈકાલે રાતે 10 વાગ્યે તે સૂઈ ગયો હતો. જો કે સવારે પરિવારજનોએ જોતા કલ્પેશનો ખાટલો ખાલી જોવા મળ્યો હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન ટીમ્બા રોડ પર આવેલા ચહેર માતાજીના મંદિર નજીક ઝાડ પર મફલર વડે કલ્પેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેનો વીડિયો સમગ્ર પંથકમાં ફરતો થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં કલ્પેશ અપરણિત હતો અને તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નહતા. હજુ સુધી કલ્પેશે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે કલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.