Haribhai Patel News: મહેસાણામાં સુંધા ચામુંડા માતાજી જહુ માતાજીનો 22મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં માતાજીની ભવ્ય નગરયાત્રા પણ યોજાઈ હતી. આ ઉપરાંત અનેક સેવાકિય કાર્યક્રમોનું આયોજન પાટોત્સવ દરમિયાન કરાયું હતું. જેમાં અખંડ રોટલા લાડું ઘરમાં શ્વાન માટે મહિલાઓ દ્વારા રોટલીઓ બનાવવામાં આવી હતી. આ દરમિયાન અહીં સાંસદ હરિભાઈ પટેલે પણ તેમના હાથે શ્વાન માટે રોટલી બનાવી સેવાકીય કાર્ય કર્યું હતું.
મહેસાણામાં સુંધા ચામુંડ માતાજી જહુ માતાજીનો 22મો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં અનેક સેવાકીય કાર્યો સાથે જીવદયાના કાર્યો થયા હતા. જેમાં અખંડ રોટલા લાડું ઘરમાં મહિલાઓ દ્વારા શ્વાન માટે રોટલી બનાવવામાં આવી હતી. આ જોઈ સાંસદ હરિભાઈ પટેલે પણ જાતે રોટલી વણીને શેકી હતી અને શ્વાન માટે રોટલી બનાવી હતી. આ સાથે તેમણે અન્ય લોકોને પણ આ સેવાકીય કાર્યમાં જોડાવા માટે કહ્યું હતું.
