Mehsana: કડીમાં ભાજપની સભામાં નીતિન પટેલનો કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર, ચૂંટણીમાં 'સાડી અને પૈસા' વેચવાનો લગાવ્યો આક્ષેપ

કડીમાં ભાજપના ઉમેદવાર મયંક પટેલ માટે સભા દરમિયાન ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક મારો ચલાવ્યો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 17 Apr 2026 12:31 PM (IST)Updated: Fri, 17 Apr 2026 12:31 PM (IST)
mehsana-kadi-election-2026-nitin-patel-bjp-mayank-patel-congress-allegations

Mehsana News: મહેસાણા જિલ્લામાં નાની કડી બેઠક પર ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં જંગી સભાનું આયોજન કરાયુ હતું. જંગી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

નીતિન પટેલે સભા સંબોધિત કરી

ભાજપના ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં આયોજિત સભાને સંબોધતા પૂર્વ ના. મુખ્યમંત્રી નીતિન પટેલે કાયદા અને વ્યવસ્થા પર નિવેદન આપ્યું કે, મુખ્યમંત્રી સ્વભાવે ખૂબ જ સરળ છે. પરંતુ જરુર પડતા યુપીના સીએમ યોગી આદિત્યનાથ જેવું કડક વલણ અપનાવે છે. ભાજપના રાજમાં ગુંડા અને લુખ્ખા તત્વો માટે કોઈ સ્થાન નથી. જો કોઈ અસામાજિક તત્વ છેડતી કે ગેરમાર્ગે દોરશે તો તેની વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ કડક કાર્યવાહી કરશે.

નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

પૂર્વ ના. મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણીમાં મતદારોને લલચાવવાના પ્રયત્નોને લઈને કટાક્ષ કર્યો હતો, કોંગ્રેસ પર સાડી અને પૈસાની વહેંચણીનો આક્ષેપ લગાવ્યો હતો, તેમને કહ્યું કે, જો કોઈ આવી રીતે મતદારોને લલચાવશે તો તેમના પર સખત કાર્યવાહી કરાશે

પૂર્વ ના.મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો

નીતિન પટેલે વિકાસના મુદ્દાને અનુલક્ષીને રાહુલ ગાંધી પર શાબ્દિક મારો ચલાવ્યો હતો. ભાજપના શાસનમાં કડીમાં તેજીને લીધે ખેડૂતોની જમીન લાખોમાંથી કરોડોમાં કિમતે પહોચી છે. કડી નપાની 28 સીટો બિનહરીફ થવા પર તેમણે મતદાતાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

મતદારોને અપીલ કરી

નીતિન પટેલે મતદારોને અપીલ કરી કે, દીકરીના લગ્ન કરતી વખતે સામેના ઘરના સંસ્કાર બધી બાબતો જોઈએ છીએ. એમ મતદાન કરતી વખતે આપણે ઉમેદવારની લાયકાત અને સંસ્કાર પણ જોવા જોઈએ. માટે ભાજપે મયંક પટેલ જેવા શિક્ષિત ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ઉપરાંત મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન વખતે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વિનોદ પટેલ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહેતા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું.