Kirtidan Gadhvi: ડીસામાં કીર્તિદાન ગઢવીએ ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં બોલાવી રમઝટ, રાજલ બારોટ અને દેવ પગલીએ ઘોર કરી

ગૌમાતાના લાભાર્થે યોજાયેલા આ લોક ડાયરોમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરાશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 03 Jun 2025 12:54 PM (IST)Updated: Tue, 03 Jun 2025 12:54 PM (IST)
gujarati-folk-singer-kirtidan-gadhvis-deesa-event-raises-funds-for-cow-shelter-rajal-barot-and-dev-pagli-joining

Kirtidan Gadhvi in Deesa: બનાસકાંઠાના ડીસાના હવાઈ પિલ્લર ખાતે એક શામ ગૌમાતા કે નામ પી. એન. માળી ફાઉન્ડેશન દ્વારા લોકડાયરાનું આયોજન કરાયું હતું. ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી. એન. માળી અનેક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં લોકગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો.

મહત્ત્વનું છે કે, આ ડાયરામાં રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ અને રાહુલ મકવાણા સહિતના કલાકારોએ મોડી રાત્ર સુધી મન મૂકી ને ગૌમાતાના નામે રમઝટ બોલાવી હતી. ગૌમાતાના લાભાર્થે યોજાયેલા આ લોક ડાયરોમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરાશે. આ કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી હતી.