મોડાસા.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શિલાદ્રી નજીક બુઢેલી નદીમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત થયા છે. આ તમામ યુવકો નદીમાં ન્હાવા પડ્યાં હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બુઢેલી નદીમાં 15 થી 20 વર્ષના 4 યુવકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન ડૂબી ગયા હતા. આ બાબતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ નદીએ પહોંચી હતી અને તમામના મૃતદેહ કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ અસારી પ્રિતેશ (15), અસારી રામેશ્વર (16), અસારી દિલસુખ (17) અને બાંગા કલ્પેશ (20) તરીકે થઈ છે. હાલ તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભિલોડાની કોર્ટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.
