Junagadh Municipal Corporation: જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયરના નામને લઈને ચર્ચા શરૂ, જાણો કોણ છે પ્રબળ દાવેદાર!

જ્ઞાતિ આધારિત તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિર્ણય કરવામાં આવી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 19 Feb 2025 06:06 PM (IST)Updated: Wed, 19 Feb 2025 06:07 PM (IST)
who-will-be-junagadhs-next-mayor-top-contenders-in-the-running
HIGHLIGHTS
  • મનન અભાણી, શૈલેષ દવે, પલ્લવી ઠાકર, બાલુભાઈ રાડા સહિતના નામ ચર્ચામાં

Junagadh Municipal Corporation: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઇકાલે પરિણામ આવ્યું અને આજે મેયર કોણ બનશે તેને લઇને શહેરીજનો અને રાજકીય વર્તૂળોમાં ચર્ચા થવા લાગી છે. મનપાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મળેવી અને 60માંથી 48 બેઠકો અંકિત કરી છે. સતત ત્રીજીવાર સત્તા મેળવવામાં સફળ રહેલા ભાજપમાં મેયર પદને લઇને ઉમેદવારો દ્વારા સોગઠા ગોઠવવામાં આવી રહ્યાં છે. તેમના સમર્થકો દ્વારા પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવારો મનપાનું પ્રમુખ પદ મેળવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યાં છે. મનપામાં આ વખતે મેયર પદ રોટેશન મુજબ હોઇ શકે છે. જે પ્રમાણે પટેલ, બ્રાહ્મણ, લોહાણા સહિતના સમાજના ઉમેદવારો દ્વારા સોગઠા ગોઠવવામાં આવી રહ્યાં છે. મહિલા ઉમેદવારો તરફથી પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક ભાજપ પ્રતિનિધ મંડળ અને રાજ્ય કક્ષાએ પણ જ્ઞાતિ આધારિત તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિર્ણય કરવામાં આવી શકે છે.

જૂનાગઢ મનપાના મેયર પદ માટે આ નામો ચર્ચામાં


જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જ્વલંત વિજય બાદ શહેરના મેયર કોણ તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે જૂનાગઢના રાજકીય વર્તૂળોમાં ભાજપના ચૂંટાયેલા 48 કોર્પોરેટરમાંથી 6 જેટલા નામોની ચર્ચા ચાલી રહી છે. જેમને મેયર પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. જેમાં વોર્ડ-10ના મનન ધીરજલાલ અભાણી, પલ્લવી શ્રેયસભાઈ ઠાકર, વોર્ડ-11ના શૈલેષ દવે, વોર્ડ-14ના બાલુભાઈ રાડા, વોર્ડ-4ના ધર્મેશ પોશિયા, ઉપરાંત હિરેન ભાલાણીનું નામ ચર્ચા છે. મનન અભાણી નિર્વિવાદિત ચહેરો છે. યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જૂનાગઢ ભાજપના મહામંત્રી હતા. આ ઉપરાંત શૈલેષ દવે આરએસએસના કાર્યકર્તા છે. નિર્વિવાદિત અને સંઘમાં સારુ વર્ચસ્વ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.

જૂનાગઢ મહાનગર પાલિકાનું પરિણામ

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ BJP- બિન હરિફ કોંગ્રસ અપક્ષ
જુનાગઢ 60 52 8 40 8 11 1

જૂનાગઢ મહાનગર પાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 જીજ્ઞાસા રાજેશ ગુજરાતી ભાજપ 4742
વોર્ડ -1 રેખાબેન વિનુભાઇ સોલંકી ભાજપ 3934
વોર્ડ -1 નિલેશકુમાર વજસીભાઇ પિઠિયા ભાજપ 5116
વોર્ડ -1 સુભાષ વિનુભાઇ રાદડીયા ભાજપ 4021
વોર્ડ -2 જાગૃતિ હિતેન વાળા ભાજપ 5922
વોર્ડ -2 લીરીબેન કીરીટકુમાર ભીંભા ભાજપ 5892
વોર્ડ -2 અંકિત ડાયાભાઇ માવદિયા ભાજપ 6230
વોર્ડ -2 શાહબાઝખાન અયુબખાન બ્લોચ ભાજપ 5026
વોર્ડ -3 અબ્બાસ ઇબ્રાહિમભાઇ કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 હસમુખભાઇ ડાયાભાઇ મકવાણા ભાજપ બિન હરીફ
વોર્ડ -3 શરીફાબેન વહાબભાઇ કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 શહેનાઝબેન ઇબ્રાહિમભાઇ કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -4 પ્રફુલ્લાબેન હસમુખભાઇ ખેરાળા ભાજપ 2367
વોર્ડ -4 મંજુલાબેન વિઠ્ઠલભાઇ પણસારા કોંગ્રેસ 3099
વોર્ડ -4 ધર્મેશ ધીરૂભાઇ પોશીયા ભાજપ 2861
વોર્ડ -4 ચેતનકુમાર હરસુખભાઇ ગજેરા ભાજપ 2241
વોર્ડ -5 રાણીબેન લીલાભાઈ પરમાર ભાજપ 4937
વોર્ડ -5 સોનલબેન રાજેશભાઈ પનારા ભાજપ 5162
વોર્ડ -5 વિનસ નિતીનભાઈ હદવાણી ભાજપ 5436
વોર્ડ -5 સંજયભાઈ મનસુખભાઈ ધોરાજીયા ભાજપ 4653
વોર્ડ -6 જશવંતી દિનેશભાઇ કેશવાલા કોંગ્રેસ 3139
વોર્ડ -6 કુસુમબેન પ્રવિણભાઇ અકબરી ભાજપ 3183
વોર્ડ -6 પ્રવિણભાઇ તેજાભાઇ વાઘેલા ભાજપ 3430
વોર્ડ -6 લલીતભાઈ વિઠ્ઠલભાઈ પણસારા કોંગ્રેસ 3775
વોર્ડ -7 ભાવનાબેન ચેતનભાઈ વ્યાસ ભાજપ 4261
વોર્ડ -7 વંદના મનોજ દોશી ભાજપ 4086
વોર્ડ -7 જયેશભાઈ રાઠોડભાઈ બોઘરા ભાજપ 4400
વોર્ડ -7 સંજયકુમાર જમનાદાસ મણવર ભાજપ 4041
વોર્ડ -8 સેનીલાબેન અસરફભાઈ થઈમ કોંગ્રેસ 5894
વોર્ડ -8 સહેનાઝબી મહેમુદમીંયાં કાદરી કોંગ્રેસ 6388
વોર્ડ -8 અદ્રેમાન અલારખાભાઈ પંજા કોંગ્રેસ 7105
વોર્ડ -8 શાહીદ સિદ્દિક કોતલ કોંગ્રેસ 6269
વોર્ડ -9 ગીતાબેન મોહનભાઇ પરમાર ભાજપ 2625
વોર્ડ -9 ચેતના નરેશભાઇ ચુડાસા ભાજપ 2503
વોર્ડ -9 આકાશ કરમણભાઇ કટારા ભાજપ 3455
વોર્ડ -9 અશ્વિનભાઇ રામભાઇ ભારાઇ અપક્ષ 4431
વોર્ડ -10 ચંદ્રીકાબેન જીવનભાઇ રાખશીયા ભાજપ 3046
વોર્ડ -10 ૫લ્લવી શ્રેયસકુમાર ઠાકર ભાજપ 2739
વોર્ડ -10 ૫રાગ જયેન્દ્રભાઇ રાઠોડ ભાજપ 2696
વોર્ડ -10 મનન ઘિરજલાલ અભાણી ભાજપ 2720
વોર્ડ -11 પુનમબેન જીતેશભાઇ પરમાર ભાજપ 3991
વોર્ડ -11 દિવ્યાબેન મનોજકુમાર પો૫ટ ભાજપ 4617
વોર્ડ -11 વનરાજ વિપુલભાઇ સોલંકી ભાજપ 3999
વોર્ડ -11 શૈલેષભાઇ રમણીકભાઇ દવે ભાજપ 4004
વોર્ડ -12 મઘુબેન અરજણભાઇ મિયાત્રા ભાજપ 2654
વોર્ડ -12 ઇલાબેન ભરતભાઇ બાલસ ભાજપ 2980
વોર્ડ -12 પુંજાભાઇ મુળુભાઇ સિસોદીયા ભાજપ 2892
વોર્ડ -12 હિરેન પરસોતમભાઇ ભલાણી ભાજપ 2915
વોર્ડ -13 ભાવનાબેન પ્રદીપભાઈ ટાંક ભાજપ 3842
વોર્ડ -13 વનિતાબેન વાલાભાઈ આમછેડા ભાજપ 3493
વોર્ડ -13 ધરમણભાઇ રામભાઇ ડાંગર ભાજપ 4321
વોર્ડ -13 વીમલભાઈ હરકાંતભાઈ જોષી ભાજપ 3640
વોર્ડ -14 જમકુબેન અર્જુનભાઈ છાયા ભાજપ બિન હરીફ
વોર્ડ -14 આધ્યાશક્તી અપુર્વભાઈ મજમુદાર ભાજપ બિન હરીફ
વોર્ડ -14 કલ્પેશ કિશોર અજવાણી ભાજપ બિન હરીફ
વોર્ડ -14 બાલુભાઈ ભગાભાઈ રાડા ભાજપ બિન હરીફ
વોર્ડ -15 સોનલબેન કારાભાઇ રાડા કોંગ્રેસ 3378
વોર્ડ -15 ગીતાબેન રાજેશભાઇ સોલંકી કોંગ્રેસ 3222
વોર્ડ -15 કેશુભાઈ રામભાઈ ઓડેદરા કોંગ્રેસ 3666
વોર્ડ -15 રાવણભાઇ લાખાભાઇ પરમાર કોંગ્રેસ 3660