Junagadh News: જૂનાગઢમાં આવેલું ગીર અભ્યારણ્ય એશિયાટીક સિંહોનું એક માત્ર નિવાસ સ્થાન છે. ગીરના સિંહો અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડતાં હોય છે. તેમજ સિંહોનું ટોળું રોડ ક્રોસ કરતું હોય તેવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતાં હોય છે. ત્યારે સાસણ ગીરના જંગલમાંથી સિંહણમાં માતૃત્વની ભાવના છલકાઈ હોય તેવો અદભુત અને અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક સિંહણ હરણના બચ્ચાને પોતાના મોઢામાં લઈ જતી દેખાય છે. પરંતુ આમ જોઈએ તો, એમ લાગે કે સિંહણે હરણના બચ્ચાનો શિકાર કરી લીધો છે. પરંતુ હકીકતમાં એવું નથી. સિંહણે જાણે બચ્ચાને જીવનદાન આપ્યું હોય તેમ તેને મારી નાખવાને બદલે પોતાના ઝડબામાં સાવધાની પૂર્વક ઉપાડી લીધું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
હરણના બચ્ચાને જોઈને સિહણમાં માતૃત્વની ભાવના જાગી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને શેરની સાથે સાથે ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
