Junagadh News: રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલી સાંકળીધાર ચેકપોસ્ટમાં કાર ઘૂસી જતાં એક GRD જવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે,જ્યારે અન્ય એક GRD જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આરોપી કાર ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જેતપુર નજીક જૂનાગઢ પોલીસની સાંકળીધાર ચેક પોસ્ટ આવેલી છે. એક કાર ચાલક આઇ20 કાર લઇને આવી રહ્યો હતો અને કાર ચેક પોસ્ટમાં ઘૂસાડી દીધી હતી. કાર ચેક પોસ્ટમાં ઘૂસી જતાં અંદર બેસેલા બે GRD જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કાનાભાઈ ડાહ્યાભાઈ દેગડા નામના જવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવમાં અન્ય GRD જવાન જયેશ હરિભાઈ ચૌહાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તેમને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જૂનાગઢ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે અકસ્માત કરીને કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.