Mango Prices in Junagadh (May 14, 2026): ફળોનો રાજા ગણાતી કેરીની વિવિધ યાર્ડોમાં મબલક આવક થઇ રહી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક સૌથી વધુ નોંધાઈ છે. આજે કાચી કેરીની કુલ 156 ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવની વાત કરીએ તો, પ્રતિ 20 કિલો કાચી કેરીના નીચા ભાવ 600 રૂપિયા અને ઊંચા ભાવ 2000 રૂપિયા સુધી રહ્યા હતા.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીના આજના ભાવ (કેરીનો ભાવ 20 કિલોમાં) (Junagadh Mango Price Today, 14 May, 2026)
| જૂનાગઢ યાર્ડમાં કાચી કેરીનો ભાવ | |||
| તારીખ | નીચો ભાવ | ઉંચો ભાવ | કેરીની આવક (ક્વિન્ટલમાં) |
| 14-મે-2026 | 600 | 2000 | 156 |
| 13-મે-2026 | 600 | 2000 | 133 |
| 12-મે-2026 | 1000 | 2000 | 147 |
| 11-મે-2026 | 1100 | 2500 | 1378 |
| 10-મે-2026 | - | - | - |
| 9-મે-2026 | 600 | 2200 | 100 |
| 8-મે-2026 | 1000 | 2500 | 1399 |
| 7-મે-2026 | 1000 | 2500 | 1295 |
| 6-મે-2026 | 1000 | 2400 | 1548 |
| 5-મે-2026 | 1200 | 2400 | 1717 |
| 4-મે-2026 | 600 | 2500 | 1347 |
| 2-મે-2026 | 1000 | 3000 | 979 |
| 1-મે-2026 | 1100 | 2600 | 1068 |
| 30-એપ્રિલ-2026 | 1200 | 2200 | 1101 |
| જૂનાગઢ યાર્ડમાં પાકી કેરીનો ભાવ | |||
| તારીખ | નીચો ભાવ | ઉંચો ભાવ | કેરીની આવક (ક્વિન્ટલમાં) |
| 9-મે-2026 | 1500 | 2000 | 5 |
| 10-એપ્રિલ-2026 | 2000 | 3000 | 263 |
| 14-માર્ચ-2026 | 2000 | 3000 | 1 |
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની મબલખ આવક
એપ્રિલ મહિના દરમિયાન માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો. મહિનાની શરૂઆતમાં 3 એપ્રિલે માત્ર 121 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જે એપ્રિલના અંત સુધીમાં એટલે કે 30 એપ્રિલના રોજ વધીને 1101 ક્વિન્ટલ પર પહોંચી ગઈ હતી. એવી જ રીતે એપ્રિલના પ્રારંભિક દિવસોમાં જે કેરીના મહત્તમ ભાવ 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી હતા, તે મહિનાના અંતિમ દિવસોમાં 2200 થી 2600 રૂપિયાની વચ્ચે રહ્યા હતા.
આ અગાઉ માર્ચ મહિનામાં યાર્ડમાં આવેલી કાચી કેરીની આવક અને ભાવની વાત કરીએ તો 14 માર્ચના રોજ માત્ર 2 ક્વિન્ટલ કેરીની આવક થઇ હતી, જેને કારણે શરૂઆતના દિવસોમાં ભાવ આસમાને પહોંચ્યા હતા. 16 માર્ચ અને 18 માર્ચના રોજ કેરીનો ઉંચો ભાવ 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો હતો. માર્ચના મધ્યમાં આવક માત્ર 5 થી 12 ક્વિન્ટલની વચ્ચે રહી હતી. માર્ચના અંતિમ દિવસોમાં આવક સામાન્ય વધતા ભાવમાં ઘટાડો શરૂ થયો હતો અને 25 માર્ચના રોજ ભાવ 1000 થી 2000 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા.
