Junagadh News: વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં તેમણે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવનિર્મિત સરકારી દવાખાનાની મુલાકાત લીધી હતી અને એક વીડિયો રેકોર્ડ કરી તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બરડિયાના દવાખાના અંગે ગોપાલ ઈટાલીયાએ કેવા આક્ષેપ કર્યા
ગોપાલ ઈટાલીયાએ શેર કરેલા વીડિયોમાં તેમણે 1.14 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ દવાખાનાની 'ઝલક' બતાવી હતી અને બાંધકામની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
- લાઈટના વાયરોનું ફિટિંગ બરાબર નથી, લોકોને શોટ લાગે તેવું છે.
- વાઈરની પેટીઓ કાટ ખાયગયેલી છે.
- દિવાલે લાગેલી અમુક સ્ટાઈલ્સ તૂટેલી છે.
- હોસ્પિટલના ખાટલાના ગાદલા ટૂંકા છે.
- હોસ્પિટલના દરવાજા નબળી ગુણવતાના છે.
- સરકારી કોમ્યુટરો ધૂળ ખાય છે.
- બાથરૂમમાં નળ ઊંધી દીશામાં છે.
- અમુક જગ્યાએ શું લાગવવાનું છે તે નક્કી નથી તેથી ખાલી છોડી દેવામાં આવ્યું છે.
- ગોપાલ ઈટાલીયાની એક વાત ભારે વાઈરલ થઈ હતી કે અહીં જાપાની ટેક્નોલોજીથી નળ છે. તેમનું કહેવું છે કે નળનું ફિટિંગ બરાબર નથી.
- નળની બાજુમાં લાઈટોના પ્લગ આપ્યા હોવા અંગે પણ ફોલ્ટ હોવાની વાત કરી છે.
- બાથરૂમના ફ્લેસ ખરાબ છે, જેટ તૂટી ગયા છે.
વીડિયો અંગે લોકોના પ્રતિભાવો
ઘણો લોકો એવું કહી રહ્યા છે કે નાના એવા ગામમાં આટલી સરસ અને મોટી હોસ્પિટલ બની છે સારી વાત છે. સાથે ઘણો લોકોએ એવી પણ કોમેન્ટો કરી છે કે દિલ્હીમાં કેજરીવાલે બનાવેલા મોહલ્લા ક્લિનિકનો વીડિયો પણ શેર કરો. અમૂક લોકો એમ પણ કહી રહ્યા છે કે શીશ મહેલનો ખર્ચો પણ જણાવજો.
ઘણો લોકો ગોપાલ ઈટાલિયાની તરફેણમાં પણ આવ્યા છે અને કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારની વાતો બહાર લાવવા માટે સારું કામ કરી રહ્યા છે. અમુક લોકો એમ પણ કહી રહ્યા છે કે 20-25 દેશની ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ દવાખાનું બનાવાયું છે.
