જૂનાગઢ લીલી પરિક્રમા 2026: સાધુ-સંતોના વિરોધ બાદ મોટો નિર્ણય, 20 નવેમ્બરની મધરાતે ખુલશે ગેટ

જૂનાગઢ લીલી પરિક્રમા 2026ની તારીખને લઈને સાધુ-સંતોના વિરોધ બાદ કલેક્ટરે 20-21 નવેમ્બરની મધ્યરાત્રિએ ગેટ ખોલવાનો નિર્ણય કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 09:00 AM (IST)Updated: Thu, 29 Oct 2026 09:00 AM (IST)
junagadh-lili-parikrama-2026-gates-to-open-at-midnight-on-november-20-after-saints-protest
AI IMAGE

Junagadh Lili Parikrama 2026 Date and Time: જૂનાગઢમાં લીલી પરિક્રમા શરુ થવાની છે. તેને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા સાધુ-સંતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લીલી પરિક્રમામાં મનપાના વિવિધ વિભાગો કઈ કઈ કામગીરી કરશે. તેમજ તિથિને લઈને મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ બુધવારે કલેક્ટર કચેરીએ યોજાયેલી બેઠકમાં લીલી પરિક્રમાને લઈને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મનપાની બેઠકમાં તિથિ અંગે નિર્ણય

બેઠકમાં જૂનાગઢ મનપાના પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને લઈને તૈયારીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ બીજી તરફ લીલી પરિક્રમાની તિથિને લઈને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું કે, મનપા તંત્ર નક્કી કરે તેમ લીલી પરિક્રમાની તારીખ નક્કી ન થાય સાધુ-સંતોના કહ્યા પ્રમાણે તિથિ નક્કી કરવી જોઈએ.

આ ઉપરાંત બેઠકમાં પરિક્રમા રુટ પર સ્થિત જગ્યાઓના મહંતો, ઉતારા મંડળ અને અન્નક્ષેત્ર દ્વારા આક્રોશ સાથે રજૂઆતો કરાઈ હતી. બુધવારે યોજાયેલી બેઠકમાં કલેક્ટરે તમામની રજૂઆતો સાંભળીને સર્વસંમતિ સાથે 20 થી 21 નવેમ્બર વચ્ચે મધરાત્રે 12 વાગ્યે લીલી પરિક્રમાનો ગેટ ખોલવામાં આવશે, તેવો નિર્ણય કર્યો હતો.

શું કહ્યું ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતે?

બેઠકમાં ભૂતનાથનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીના જણાવ્યા પ્રમાણે,

જૂનાગઢ મનપા દ્વારા વસ્તુ વેચાણાના પ્લોટ ફાળવણી કરાય છે. તેમાં બિન હિન્દુઓ પણ પ્રવેશી જાય છે. આ વર્ષે મનપા ખાસ તકેદારી રાખે કે, બિન હિન્દુઓનો પ્રવેશ ન થાય.

જોકે, શરુઆતથી જ સતત બે કલાક ચાલેલી બેઠકમ ઉગ્ર વાતાવરણ બનતાં 3 વાગ્યે પૂરી કરી દેવાઈ હતી.

લીલી પરિક્રમાને લઈને તંત્રની વ્યવસ્થા

લીલી પરિક્રમા દરમિયાન મનપાના વિવિધ વિભાગો ઘણી મહત્વની કામગીરીઓ કરશે, જેથી પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. લીલી પરિક્રમાના રુટ પર ઝીણાબાવાની મઢી, બોરદેવી મંદિર અને ઈટવા ઘોડી સહિતમાં 11 નવા બોર બનાવાશે.

મનપા દ્વારા 52 પ્લોટની ફાળવણી, 6 પાર્કિંગ પોઈન્ટ, 400 ફ્લડ લાઈટ અને 2 હોસ્પિટલની સેવા ઉભી કરાશે. તેમજ પરિક્રમા દરમિયાન કોઈ પરિક્રમાર્થીને મેડિકલ મદદની જરુરિયાત જણાય તો, 35 હંગામી દવાખાના, 11 એમ્બ્યુલન્સ અને 223 મેડિકલ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેશે.