લોકલ ડેસ્કઃ જૂનાગઢ કૃષી યુનિવર્સિટીનાં તેલીબિયા સંશોધન કેન્દ્રનાં વૈજ્ઞાનિકો દ્વારા મગફ્ળીની નવી જીજી-37 અને જીજી-40 બે જાત શોધી કાઢી છે. જેમાં સામાન્ય મગફ્ળીમાં ઓલિક એસિડ 40 થી 45 ટકા હોય છે. જ્યારે આ નવી શોધ કરેલી મગફ્ળીમાં ઓલિક એસિડનું પ્રમાણ 78 ટકા જેટલું હોવાથી તેલની ગુણવતતા લાંબા સમય સુધી રહે તેમજ સ્વાસ્થય માટે ખાસ ઉપયોગી રહે છે.
મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડોક્ટર આર.બી. માદરીયાએ જણાવ્યું હતું કે, 'અત્યાર સુધી જે મગફ્ળીની ઉભડી જાતો ખેડૂતો વાવતાં હતા. તેમાં 40 થી 45 ટકા જેટલું ઓલિક એસિડનું પ્રમાણ રહેલું હતું. જેની સામે લોકોનાં આરોગ્ય અને તેલ સંગ્રહ શક્તિમાં વધારો કરવા માટે તેલીબીયા સંશોધન કેન્દ્રનાં વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સંશોધન કરીને વર્ષ 2022માં જીજી-37 (સોરઠ ઉતમ) અને જીજી-40 (ઓલ ઈન્ડિયા માટે)ની જાત બહાર પાડવામાં આવી છે. આ બન્ને જાતો સ્વાસ્થ વર્ધક હોવાને લીધે હૃદય રોગની બિમારીને મહદ અંશે ઘટાડી શકે છે. કારણે મેડીકલ સાયન્સ મૂજબ ઓલિક એસિડની માત્ર જેમાં વધુ હોય તે ખોરાક લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરિરમાં વધતું નથી. આમ, હાર્ટ એટક આવવાનાં ચાન્સમાં 25 થી 30 ટકા ઘટી જાય છે.
આ નવી બહાર પાડેલી જાત જીજી-37ને સોરઠ ઉત્તમ નામ આપવામાં આવ્યું છે. જે રાજ્યનાં ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. જેથી આગામી વર્ષથી બન્ને જાતનાં બિયારણો ખેડૂતો સુધી પહોંચી રહેશે. જ્યારે જીજી-40ને રાજ્ય બહાર દેશનાં અન્ય રાજ્યોમાં ખેતી કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. મગફ્ળીની ઉભડી આ બન્ને જાતો ચોમાસામાં વાવણી કરતાં ખેડૂતો માટે અતી ઉપયોગી નિવડી શકે તેમ છે.
જીજી-39 અને જીજી-40થી થતાં ફાયદા
જૂનાગઢ, આ જાતનાં વાવેતર કરવાથી તેલની ગુણવતતા સુધરે છે. ઉપરાંત ઓલિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી સ્વાસ્થય માટે સારી ગણવામાં આવે છે. તેલની ગુણવતતાં વધું તેમજ સેલ્ફ લાઈફ વધી જાય છે. આ જાતમાં રોગ જીવાતનું પ્રમાણ પણ નહિંવત જોવામળે છે.
આગામી સમયમાં ટીજી-37એ ઉપયોગી થશે
જૂનાગઢ, કૃષી યુનિવર્સિટી દ્વારા ઉનાળા માટે જીજી-37 નામની મગફળીની નવી જાતની ભલામણ કરેલ છે. જે જાત ઉનાળામાં વવાતી ટીજી-૩૭એ જાત કરતા વધુ ઉત્પાદન આપે છે. તેમજ ચોમાસુંમાં જીજી-38 મગફળીની જાતનું વાવેતર કરવા ભલામણ કરાઈ હતી. ત્યારે આ બન્ને જૂની વવાતી જાત સામે આગામી સમયમાં ટીજી-37એ જાતને રિપ્લેશ કરી શકે તેવું વર્તાઈ રહ્યું છે.