જૂનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ 100% ભરાયો: જૂનાગઢ, વંથલી અને મેંદરડાના 4 ગામોને હાઈ એલર્ટ કરાયા

ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં અને પાણીની સતત આવક ચાલુ રહેતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા નદી કિનારાના અને હેઠવાસના ગામો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 14 Sep 2026 02:42 PM (IST)Updated: Mon, 14 Sep 2026 02:42 PM (IST)
gujarat-weather-junagadh-ozat-weir-anandpur-dam-overflow-high-alert
ઓઝત વિયર આનંદપુર ડેમ

Junagadh Ozat Weir Anandpur Dam Overflow: જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત પડી રહેલા વરસાદ અને આજે ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ છે. જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ પાસે આવેલો ઓઝત વિયર આણંદપુર ડેમ તેની ડિઝાઈન સ્ટોરેજના 100% સુધી પૂરેપૂરો ભરાઈ ગયો છે.

ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં અને પાણીની સતત આવક ચાલુ રહેતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા નદી કિનારાના અને હેઠવાસના ગામો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3 તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા

ઓઝત વિયર આણંદપુર જળાશયમાંથી પાણી છોડવામાં આવે કે ઓવરફ્લો થાય તે સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચે મુજબના તાલુકાના ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે:

  • - જૂનાગઢ તાલુકો: આણંદપુર ગામ
  • - વંથલી તાલુકો: રાયપુર અને સુખપુર ગામ
  • - મેંદરડા તાલુકો: નાગલપુર ગામ

જિલ્લા તંત્ર અને કલેક્ટર દ્વારા આ તમામ ગામોના ગ્રામજનો તથા પશુપાલકોને ઓઝત નદીના પટમાં કે કિનારે અવરજવર ન કરવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા નમ્ર વિનંતી સાથે આદેશ આપવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાવાર વરસાદના આંકડા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના 14.09.2026 ના સવારે 06:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલો તાલુકાવાર વરસાદ (ઈંચમાં):

  • - માળિયા હાટીના: 2.32 ઈંચ (59 mm)
  • - ભેસાણ: 1.97 ઈંચ (50 mm)
  • - મેંદરડા: 1.06 ઈંચ (27 mm)
  • - વિસાવદર: 0.43 ઈંચ (11 mm)
  • - જૂનાગઢ ગ્રામ્ય: 0.43 ઈંચ (11 mm)
  • - જૂનાગઢ સિટી: 0.43 ઈંચ (11 mm)
  • - કેશોદ: 0.20 ઈંચ (5 mm)
  • - માણાવદર: 0.20 ઈંચ (5 mm)
  • - માંગરોળ: 0.20 ઈંચ (5 mm)
  • - વંથલી: 0.16 ઈંચ (4 mm).