ગોપાલ ઈટાલિયા વિવાદ: જાહેર સભામાં ગાળ બોલ્યા, પછી કહ્યું– “આ તો નોર્મલ છે”

જૂનાગઢના ભેસાણમાં એક જાહેર સભામાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગાળ બોલી ગયા બાદ આગેવાનોને ગેરમાર્ગે દોરતા કહ્યું આ તો નોર્મલ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 22 Apr 2026 12:32 PM (IST)Updated: Wed, 22 Apr 2026 12:48 PM (IST)
gopal-italia-controversy-junagadh-bhesan-election-rally-gujarat

Gopal Italia Controversy: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય પક્ષોના પાર્ટી પ્રચારને હવે ગણતરીના 3 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે પક્ષ અને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસોમાં એડીચોટીનું જોર લગાવી દે છે. તો ક્યારેક પ્રચાર દરમિયાન ઘણા ઉમેદવારો ભાન ભૂલીને ન બોલવાનું બોલી દેતા વિવાદો સર્જી દેતા હોય છે. ત્યારે જૂનાગઢના ભેસાણમાં એક જાહેર સભામાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગાળ બોલી ગયા છે.

naidunia_image

AAP નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં ગાળ બોલ્યા

મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાાના ભેસાણ જિલ્લા પંચાયતની બેઠકમાં આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ભાન ભૂલ્યા હતા. જાહેર સભામાં સંબોધન કરતી વખતે મુખેથી ગાળનો ઉચ્ચાર કરી દેતા હડકંપ મચી ગયો હતો. પરંતુ પરિસ્થિતિને જોતા હાજર રહેલા આગેવાનોનું ધ્યાન દોરતા કહ્યું કે, ભાવનગરમાં તો આ બધુ નોર્મલ છે. ભાઈઓ અને બહેનો બધા બોલે, સુરતમાં નથી સાવ ગાળું બોલતા.

naidunia_image

રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી

AAP નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ગાળો બોલતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ સ્પષ્ટપણે ગાળો બોલતા દેખાય છે. ગોપાલ ઈટાલિયાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થવા લાગી છે.