લોકલ ડેસ્કઃ કેસર કેરીનાં જન્મદિવસની ઉજવણીમાં કેરીના વિવિધ જાતોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં જાપાનમાં ઉત્પાદિત થતી ઈરવિન એપલ મિયાઝાકી નામની કેરીએ આકર્ષણ જમાવ્યું હતું. આ કેરીને સુમિત શમ્મુદ્દીન નામના યુવાન ખેડૂત જાપાનથી લાવ્યા હતા.
સુમિતના જણાવ્યા મુજબ ઈરવિન એપલ મિયાઝાકી મેંગો કિલોના ભાવ 2 લાખ રૂપિયા સુધીના મળે છે. જે સાંભળી કોઈપણ નવાઈ પામે. પરંતુ આ ભાવ ૫ થી 10 ટકા ઉત્પાદિત કેરીને મળે છે. આ કેરીના વેચાણ માટે વજન, કલર, મીઠાશ વગેરેના માપદંડો હોય છે. જે માપદંડોમાં આ કેરીના ફ્ળ ફીટ બેસે તેની હરાજી કરવામાં આવે છે. તેમાં તેની આ કિંમત ચૂકવવામાં આવે છે. અન્ય 90 ટકા કેરીની ગુણવત્તા આધારે વેચાણ થાય છે. એટલે કે જેમ ગુણવત્તા ઘટતી જાય તેમ ભાવ પણ ઓછો મળે છે. પરંતુ આ કેરીનું વિશિષ્ટ ન્યુટ્રીશન વેલ્યુ નથી.
આ પ્રદર્શનમાં રજૂ કરાયેલ ઈરવિન એપલ મિયાઝાંકી નામની કેરીની કિંમત 5 હજાર રૂપિયા હતી. જાપાનના પ્રવાસ દરમિયાન સુમિતે કેરીની ઉત્પાદન પદ્ધતિ, બજાર વગેરેની જાણકારી મેળવી હતી. જેનાથી ખેડૂતો અને ઉપસ્થિત મહાનુભવોને અવગત કરાવ્યા હતાં.