સૂત્રાપાડાઃ ઉંબરી ગામે ભાઈ-બહેનને કોબ્રા સાપે ડંખ દેતા ભાઈનું મોત, બહેનની હાલત ગંભીર

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 24 May 2023 08:29 AM (IST)Updated: Wed, 24 May 2023 08:29 AM (IST)
a-child-died-after-being-bitten-by-a-cobra-in-umbari-village-in-sutrapada

લોકલ ડેસ્કઃ સુત્રાપાડાના ઉબરી ગામે 8 વર્ષના બાળક અને તેની 16 વર્ષની બહેનને ઝેરી સર્પે ડંખ મારતા ભાઈનું મોત નિપજયું છે. બહેનને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવતા તેને ગંભીર હાલતમાં વેન્ટીલેટર પર રાખેલ છે.ગરીબ પરિવાર હોવાને કારણે હોસ્પિટલ દ્વારા કોઈ ખર્ચ લેવાયો નથી.

સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે મહારાષ્ટ્રથી મંગલભાઈ ખાખરે પરિવાર સાથે મજૂરી કામ માટે આવેલ અને ઝૂંપડપતિમાં રહેતા રાત્રિના સમયે આ પરિવારના ભાઈ અને બહેનને અત્યંત ઝેરી કોબા સાપે બે નાના બાળકો (ભાઈ-બહેન) ને સાપે ડંખ મારતા નાનો બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેની બહેન વર્ષા મંગલભાઈ ખાખરે અત્યંત ગંભીર હાલતમાં ઉંબરી ગામના લોકોએ વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી. ત્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી પણ વધુ સારવારની જરૂર હોવાથી વધુ સારવાર માટે બહાર લઈ જવાનું કહ્યું હતું. આ મજુર પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી ત્યારે સિવિલ હોસ્પિટલ એજન્સીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ સોલંકીએ વેરાવળ ખાતે આવેલ ખાનગી હોસ્પીટલનો સંપર્ક કર્યો હતો અને મજુર પરિવારની પરિસ્થિતિથી વાકેફ કરતા તેઓએ આ મજુર પરિવારની વાહરે આવી સારવાર કરી હતી. ગંભીર બહેનને વેન્ટીલેટર સહિતની ટૂટીટમેન્ટ નિઃશુલ્ક કરી હતી. આ ઉપરાંત મેડીકલનો ખર્ચ નરેન્દ્રભાઈ પટાટ તથા ઉંબરી ગામના લોકોએ ઉઠાવ્યો હતો.