Rivaba in Meeting, જામનગરઃ
જામનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય એને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ઓચિંતા જ મહાનગરપાલિકાની કચેરી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મ્યુન્સિપલ કમિશનર સહિતના તમામ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. શહેરની પ્રાથમિક સુવિધાઓ અને નવા થઈ રહેલા કામોને લઈને ચર્ચા કરી હતી. તો કેટલાક કોન્ટ્રાક્ટરોને પણ મિટિંગ હોલમાં ઉપસ્થિત રખાયા હતા. ધારાસભ્ય રિવાબા જાડેજાની આકસ્મિક મહાનગરપાલિકા કચેરીની મુલાકાત અને અધિકારીઓ સાથે બેઠકને લઈને લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
બેઠક બાદ રિવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે- છેલ્લા વર્ષો સુધી થયેલા કામો અને કામોની સમીક્ષા અંતર્ગત બેઠક યોજી હતી. અને જુદા જુદા પ્રકારના લોકોના પ્રશ્નો હોય છે તેવા પ્રશ્નોને વાચા આપી શકે અને પેન્ડિંગ જેટલા પણ વિકાસના કામો છે તેને કઈ રીતે જલ્દી પૂરા કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. તેમજ જામનગર શહેર વધુને વધુ ડેવલપ થાય તે અંગે આજે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મળતી માહિતી મુજબ બેઠકમાં રિવાબાએ ગટર સહિતના અન્ય વિકાસના કામો અંગે અધિકારીઓ પાસેથી ફોલોઅપ લીધું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
