Jamnagar News:જામનગરના રાણપરીયા પરિવાર અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથેની બેઠકમાં રાણપરીયા પરિવાર એ પોતાની મુખ્ય ત્રણ માંગોની રજૂઆત કરી છે.
ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા પરિવારને ખાતરી અપાઈ કે ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રીને નરેશભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળ મળીને રાણપરીયા પરિવારને થતી હેરાનગતિથી અવગત કરાવશે. ખોડલધામ હંમેશા સમાજ અને સમાજની સમસ્યાના સમાધાનમાં સાથે છે.
ખોડલધામ વતી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે રાણપરીયા પરિવારને ન્યાય અપાવવા ખોડલધામ હંમેશા ખડે પગે તેમની સાથે છે.
બીજી તરફ રાણપરીયા પરિવાર એ જણાવ્યું હતું કે અમે ખોડિયાર માતાના શરણે છીએ એમની સામે નહીં. અમને પૂરો વિશ્વાસ છે કે સમાજના આગેવાનો અમારી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશે.
આ બેઠકમાં રાણપરીયા પરિવાર અને ચેરમેન નરેશભાઈ પટેલ સાથે ટ્રસ્ટી મંડળ, પાટીદાર આગેવાન જેનીબેન ઠુંમર, દિનેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ કથીરીયા, મનોજભાઈ પનારા, વરૂણભાઈ પટેલ, અમિતભાઈ ઠુંમર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
