જામનગરમાં બે મોતની ઘટના: એક યુવતીનું ડૂબવાથી તો બીજા બનાવમાં મહિલાનું ઉલ્ટી-ઉબકા થયા બાદ મોત

જામનગર જિલ્લામાં એક સાથ બે મોતની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 11 May 2026 04:30 PM (IST)Updated: Mon, 11 May 2026 04:30 PM (IST)
jamnagar-two-separate-deaths-in-jamnagar-girl-drowns-woman-dies-after-vomiting

Jamnagar News: જામનગર જિલ્લામાં એક સાથ બે મોતની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. ધ્રોલ તાલુકાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ 19 વર્ષીય યુવતીનું નદીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.જ્યારે બીજી ઘટનામાં જામનગરના સિક્કામાં એક મહિલાને ઉબકા ઉલટી થતા મોત થયું હતું.

પ્રથમ બનાવમાં 19 વર્ષીય યુવતી ડૂબાઈ

પ્રાપ્ત વિગતો મુજબ, જાલિયા માંસર ગામે રહેતી ઇશીતાબેન વસંતભાઈ સોલંકી (ઉ.વ.19) નો તા. 10મે 2026 ના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે યુવતી ગામ પાસે આવેલી ઉંડ નદી કાંઠે સ્થિત સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી દર્શન કર્યા બાદ તે નદી કાંઠે હાથ-પગ ધોવા માટે ઉતરી હતી.જે દરમિયાન અકસ્માતે યુવતીનો પગ લપસી જતાં ઊંડા પાણીમાં ડૂબાઈ જવાથી યુવતીં મોત થયું હતું.

તબીબે યુવતીને મૃત જાહેર કરી

લોકોને યુવતી નદીમાં ડૂબ્યાની જાણ થતા. યુવતીને બહાર કાઢી તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 194 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ધ્રોલ પોલીસના પો.હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા ચલાવી રહ્યા છે.

સિક્કામાં મહિલાનું ઉલટી થયા બાદ મોત

જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં સલમાબેન અનવરભાઈ ગંઢાર (ઉ.વ. 30) પોતાના ઘેર ઉલટી થવા લાગતાં બેભાન થયા હતા. આથી તેમને સિક્કા CHC ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અમીનાબેન ભગાડ દ્વારા પોલીસના જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.