Jamnagar News: જામનગર શહેરની ખાનગી હોસ્પિટલ અને હોટલ-રેસ્ટોરાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને TPO દ્વારા સર્વેની કામગીરી હોથ ધરાઈ છે. બાંધકામ તથા ફાયર NOCના મામલે 90 હોસ્પિટલ અને 45 હોટલ રેસ્ટોરાં સંચાલકને નોટિસ ઇસ્યુ કરાઈ છે.
રાજકોટની દુર્ઘટનાના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સજાગ બન્યું છે. જામનગર શહેરની તમામ હોસ્પિટલો-રેસ્ટોરાં તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષ સિનેમાઘરો વગેરેમાં પણ ફાયર NOC તેમજ બાંધકામ સહિતની તપાસણી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર D. N. મોદીના માર્ગદર્શન હેઠળ સિટી ઈજનેર ભાવેશ જાની દ્વારા અલગ-અલગ આઠ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં એક ફાયર વિભાગના અધિકારી તેમજ અન્ય બે TPO વિભાગના અધિકારી સહિત ત્રણની ટુકડી બનાવીને શહેરના 16 વોર્ડમાં આઠ ટીમને દોડતી કરવામાં આવી છે.
