JMC Elections 2026: જામનગરના 16 વોર્ડમાં 4 લાખથી વધુ મતદારો 26મી એપ્રિલે કરશે મતદાન, જાણો વોર્ડ વાઇઝ વોટર્સ અને AAP ઉમેદવારોના નામ

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 08 Apr 2026 05:49 PM (IST)Updated: Wed, 08 Apr 2026 06:32 PM (IST)
jamnagar-municipal-corporation-elections-2026-over-4-lakh-voters-in-16-wards-to-vote-on-april-26-aap-candidates-list-out

Jamnagar Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-2026ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ મતદારોના આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં કુલ 4,42,829 મતદારો નોંધાયેલા છે, જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓએ પોતપોતાની કામગીરી વેગવંતી બનાવી દીધી છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
વોર્ડ -1 16292 15422 31714
વોર્ડ -2 12542 11898 24440
વોર્ડ -3 10836 10876 21712
વોર્ડ -4 13233 12340 25573
વોર્ડ -5 12403 12220 24623
વોર્ડ -6 12809 11668 24477
વોર્ડ -7 15101 14470 29571
વોર્ડ -8 15191 14681 29872
વોર્ડ -9 10682 10311 20993
વોર્ડ -10 14708 13989 28697
વોર્ડ -11 17790 16840 34630
વોર્ડ -12 18166 17574 35740
વોર્ડ -13 13017 12115 25132
વોર્ડ -14 11299 10346 21645
વોર્ડ -15 17495 16039 33534
વોર્ડ -16 15713 14773 30486

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોર્ડ નંબર કોંગ્રેસ આમ આદમી પાર્ટી
વોર્ડ -2 મહીપાલસિંહ અશોકસિંહ જાડેજા જતમલેક હનીફ
વોર્ડ -2 --- જયદીપસિંહ ઝાલા
વોર્ડ -3 ભાવેશભાઈ બાબુભાઈ પરમાર જાડેજા નરેન્દ્રસિંહ
વોર્ડ -3 ભારદ્વાજ વિપુલભાઈ મહેતા શીતલબેન રાજેશભાઈ પટેલ
વોર્ડ -4 કવીતાબેન મહેશકુમાર ડાભી રવિભાઈ નાઝાભાઈ ખરા
વોર્ડ -4 રચનાબેન એસ. નંદાણીયા -----
વોર્ડ -4 જાડેજા હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ -----
વોર્ડ -5 જીલુદાન પ્રતાપદાન ગઢવી ઝાલા મહેન્દ્રસિંહ
વોર્ડ -5 --- જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા
વોર્ડ -5 --- મંગળાબેન સંજયભાઈ ત્રિવેદી
વોર્ડ -6 --- અમિત ગોહિલ
વોર્ડ -6 --- મેરૂભાઈ ચાવડા
વોર્ડ -7 --- ભાવનાબેન વાઘાણી
વોર્ડ -7 --- કોઠીયા જતીનકુમાર
વોર્ડ -7 --- પરમાર મંજુબેન
વોર્ડ -8 --- કલ્પેશભાઈ લીંબાસીયા
વોર્ડ -8 --- નંદકિશોરભાઈ સવાણી
વોર્ડ -8 --- જાગૃતિબેન અશોકભાઈ આચાર્ય
વોર્ડ -8 --- અંજનાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમા
વોર્ડ -9 --- સુનિલભાઈ નંદલાલભાઈ આસર
વોર્ડ -9 --- પૂજાબેન ભાવેશકુમાર કલ્યાણી
વોર્ડ -10 --- કિરીટ દૌડીયા
વોર્ડ -12 સારા એસ. મકવાણા રિઝવાન હુસિયન
વોર્ડ -12 અસલમભાઈ મહમદહુસેન શોરા જેનાબ ખફી
વોર્ડ -12 --- ખીલજી અસલમ
વોર્ડ -13 શબાનાબેન અસલમભાઈ દરજાદા વસીયર પિયુષ
વોર્ડ -13 ધવલભાઈ સુરેશભાઈ નંદા ધાનવાણી લાલચંદ
વોર્ડ -13 --- નર્મદા જાદવ
વોર્ડ -13 --- જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર
વોર્ડ -14 --- હિંમતભાઈ ભદ્ર
વોર્ડ -14 --- ઉલાષબા જાડેજા
વોર્ડ -14 --- કિશોરભાઈ ધીરજલાલ મણીયા
વોર્ડ -15 મરીયમબેન કાસમભાઈ સુમરા બ્રિજેશ શાંતિલાલ ફળદુ
વોર્ડ -15 મનોજભાઈ પરબતભાઈ ચોવટીયા સુધાબેન મકવાણા
વોર્ડ -15 આનંદ રામજીભાઈ રાઠોડ રાઠોડ મનીષભાઈ
વોર્ડ -15 ---- કંકુબેન બારૈયા
વોર્ડ -16 ક્રિષ્નાબેન જયેશભાઈ દોમડીયા દવે પૂજાબેન
વોર્ડ -16 મીતલબેન રાજીવભાઈ વાઘેલા મનીષાબેન મયુરભાઈ બંભરોલીયા
વોર્ડ -16 હસન અલીમામદ ખફી નિલેશભાઈ મગનભાઈ ભાલાલા
વોર્ડ -16 અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી રસિકભાઈ ગોહિલ

જામનગર મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ (Jamnagar Municipal Corporation election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026